નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પશ્ચિમ કચ્છ ભુજ 

0
247રમેશ મહેશ્વરી દ્વારા

નખત્રાણા કચ્છ ‌:- એલ.સી.બી. પશ્ચિમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર,એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર, એચ.એમ.ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ – ભુજના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.જે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,નીતીન ઉમરશી ભાનુશાલી મુળ રહે.ભાનુશાલી ફળીયું.નીરોણા,તા.નખત્રાણા હાલે રહે.માધાપર,તા.ભુજ વાળો પોતાના કબજા ભોગવટાનું મકાન જે નિરોણા ભાનુશાલી ફળીયામાં પકાપીર મંદિરની પાસે આવેલ છે. તે મકાનમાં બહાર થી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે , જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા પકડાયેલ ઇસમો,

(૧)મયુર દામોદર ભાનુશાલી(ઉં.વ.૩૧) રહે . ભાનુશાલી ફળીયુ,નીરોણા,તા. નખત્રાણા

(૨)વસંત મીઠુભાઇ ભાનુશાલી (ઉ.વ.૨૧) રહે.ભાનુશાલી ફળીયુ, નીરોણા,તા.નખત્રાણા

(૩)રમેશ હરજીભાઇ ભાનુશાલી, (ઉં.વ.૨૦)રહેભાનુશાલી ફળીયું, નીરોણા,તા.નખત્રાણા

(૪)મોહન આણંદજી ભાનુશાલી, (ઉ.વ.૩૬)રહે.ભાનુશાલી ફળીયુ, નીરોણા,તા.નખત્રાણા

(૫)રાજેશ જખુભાઇ ભાનુશાલી, (ઉં.વ .૪૨) રહેભાનુશાલી ફળીયુ, નીરાણા,તા.નખત્રાણા

(૬)હિમત રણછોડભાઇ ભાનુશાલી,(ઉ.વ.૩૭) રહે.ભાનુશાલી ફળીયુ,નીરોણા, તા,નખત્રાણા

(૭)ખિમજી મીઠુભાઇ ભાનુશાલી, (ઉ.વ.૩૭) રહે.ભાનુશાલી ફળીયુ, નીરોણા,તા.નખત્રાણા,

એક શખ્સ હાજર નહી મળી આવેલ નીતીન ઉમરશી ભાનુશાલી મુળ રહે ભાનુશાલી ફળીયુ,નીરોણા, તા.નખત્રાણા હાલે હે માધાપર, તા.ભુજ આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ રોકડા રૂપિયા ૬૧,૩૨૦/- ગંજીપાના નંગ – પર , કિંમત રૂપીયા-૦૦/૦૦/- મોબાઇલ ફોન નંગ- o૮ , કિંમત રૂપીયા રર૦૦૦/-એમ કુલ મુદામાલ કુલ કિ.રૂ,૮૩,૩૨૦/-.પકડાયેલા જુગારીઓ વિરુદ્ધ નિરોણા પોલીસ સ્ટેશન માં જુગાર ધારાની એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here