ભાજપા મહિલા મોરચા ની બહેનો યે ગાંધીધામ ની રામબાગ હસ્પિટલ માં રક્ષાબંધનની ઉજવણી કરાઈ.

0
263

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : મનીષ ઠક્કર

આજ રોજ ભાજપા મહિલા મોરચા ની બહેનો યે ગાંધીધામ ની રામબાગ હસ્પિટલ માં રક્ષાબંધનની ઉજવણી કરાઈ. રામબાગ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની તન-મનથી સેવા કરતા ડૉક્ટરો, નર્સો અને સ્ટાફમાં ફરજ બજાવતી બહેનોનું મનોબળ મજબૂત કરવા રક્ષાબંધનની ઉજવણી હોસ્પિટલમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના કાળમાં પણ વોરિયર્સ તરીકે પોતાની તેમજ પરિવારની ચિંતા કર્યા વગર ફરજ નિભાવનાર કર્મીઓને સમાજ તરફથી સન્માનવા સાથે રાખડી બાંધી પવિત્ર તહેવારની ઉજવણી ભાજપ મહિલા મોરચા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ ઈશિતા બેન તિલવાણી તેમજ ભાજપ મહિલા મોરચાની બેહનો હાજર રહ્યા હતા.

 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here