રોટ્રેક્ટ ક્લબ ઓફ અંજાર દ્વારા વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0
265

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : મનીષ ઠક્કર

રોટ્રેક્ટ ક્લબ ઓફ અંજાર દ્વારા વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ગુરુવાર ૧૯ તારીખે અંજાર રોટ્રેક્ટ ક્લબ દ્વારા કોવિશિલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝનું રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૦ થી વધુ લોકોએ રસીકરણનો લાભ ઉઠાવ્યો હતો. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા રસીકરણ ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે ત્યારે રોટ્રેક્ટ ક્લબ ઓફ અંજાર દ્વારા વધુમાં વધુ લોકો વેકસીનેટ થાય તેવા ઉમદા હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રસીકરણની સાથે-સાથે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેમ્પના ઇન્ચાર્જ તરીકે રોટ્રેક્ટ માનવ ભીંડે અને ઝંખના સોનેતાએ સેવા આપી હતી તેમજ રોટ્રેક્ટ ક્લબના પ્રમુખ રાજ સોમૈયા, મંત્રી સાહિલ આરબ, સુનીલ જોબનપુત્રા, ભક્તિબેન ઠક્કર, હિતેશ ભીંડે અને ક્લબના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. હેલ્થકેર ઓફિસર તરીકે અંજારીયા ભાઈએ સેવા પૂરી પાડી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here