નવયુગ વિદ્યાલય જંબુસરમાં રાજીવગાંધી જન્મ જયંતી નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

0
142

નવયુગ વિદ્યાલય જંબુસરમાં રાજીવગાંધી જન્મ જયંતી નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ.
નવયુગ વિદ્યાલય જંબુસરમાં રાજીવગાંધી જન્મ જયંતી નિમિત્તે નહેરુયુવાકેંદ્ર ધ્વારા
” આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા શ્રી રાજીવગાંધી ” વિષય ઉપર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ખુબ મોટી સંખ્યામાં વિધાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં
પ્રથમ નંબરે – મોરી દિવ્યાબેન ફતેસિંહ
બીજાનંબરે – દેસાઈ કીર્તિબેન અર્જુનભાઈ અને
ત્રીજા નંબરે – લિંબચીયા આરતીબેન અજીતભાઈ એ આ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
આ સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન નહેરુ યુવાકેંદ્રના ઉત્સાહી બહેન રીંકલબહેન પરમાર ધ્વારા કરવામાં આવ્યું હતું .
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે
ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી અનિરુંદ્ધસિંહ તથા શ્રી નિલેશભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.
આ સ્પર્ધાનું આયોજન નવયુગ વિદ્યાલય જંબુસરમાં કરવા બદલ નહેરુયુવા કેંદ્રના રીંકલબેનનો શાળાના આચાર્ય હિતેંદ્રસિંહ ઠાકોરે આભાર માન્યો હતો તથા અેકથી ત્રણ નંબરે આવનાર વિધાર્થીઓને પ્રમાણ પત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા પરીવાર તથા મંડળે અભિનંદન પાઠવ્યા હતા તથા દરેક સ્પર્ધા માં ભાગ લેનારને શુભેચ્છાઓ પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here