રાજકોટ જિલ્લાના આઇ. સી. ડી. એસ. વિભાગ ના ભ્રષ્ટાચાર કારણે રાજકોટ જિલ્લામાં કુપોષણ???

0
189

કુપોષણ મુક્ત રાજકોટ જિલ્લો ક્યારે? 

રાજકોટ જિલ્લાના આઇ. સી. ડી. એસ. વિભાગ ના ભ્રષ્ટાચાર કારણે રાજકોટ જિલ્લામાં કુપોષણ?

જાગૃત નાગરિક દ્વારા રાજકોટ જિલ્લાના આઇ. સી. ડી. એસ. વિભાગ પાસે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગી હતી કે રાજકોટ જિલ્લા મા કુલ કેટલા બાળકો અતિ કુપોષિત, કેટલા બાળકો મધ્યમ કુપોષિત ની સંખ્યા છે અને વર્ષ ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦,અને હાલ કેટલા બાળકો અતિ કુપોષિત,મધ્યમ કુપોષિત બાળકો છે.

રાજકોટ જિલ્લાના આઇ. સી. ડી. એસ. વિભાગ દ્વારા માહિતી અધિનિયમ ના જવાબ મા જાણવા મળ્યું છે કે રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૮ મા અતિ કુપોષિત બાળકો ની સંખ્યા ૩૪૯ હતી અને મધ્યમ કુપોષીત બાળકો ની સંખ્યા ૧૬૦૬ હતી. અને વર્ષ ૨૦૧૯ મા અતિ કુપોષીત બાળકો ની ૫૩૨ હતી અને મધ્યમ કુપોષીત બાળકો ની ૨૧૧૬ હતી અને વર્ષ ૨૦૨૦ મા અતિ કુપોષિત બાળકો ની સંખ્યા ૧૧૮૮ અને મધ્યમ કુપોષિત બાળકો ની ૪૫૩૪ ની હતી. અને હાલ ૨૦૨૧ મા અતિ કુપોષિત બાળકો ની સંખ્યા ૬૭૯ અને મધ્યમ કુપોષિત બાળકો ની સંખ્યા ૨૮૦૦ ની છે જે માહિતી રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ના મોનીટરીંગ હેઠળ માહિતી મળેલ છે.

પણ સૌથી મોટો પડકાર એ છે કે સરકાર આવડી મોટી યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતા હોવા છતા કેમ કુપોષણ મુક્ત નહી? અમુક લોકો ના માનવા મુજબ કુપોષણ નાબૂદ કરવા માટે સરકાર ખર્ચ તો કરે છે પણ ખરેખર લાભાર્થી સુધી સરકાર ની યોજના નો લાભ મળે છે કે કેમ? જો મળતો હોય તો કેમ કુપોષણ મુક્ત નહી?

રાજકોટ જિલ્લામાં આઇ. સી. ડી. એસ. વિભાગ એટલે ભ્રષ્ટાચાર નો પર્યાય બની ગયો છે ખુલે આમ ભ્રષ્ટાચાર ચાલે છે કોઈ ફરિયાદ ની તપાસ કરવા મા આવતી નથી અને જે ફરિયાદ તપાસ કરવા મા આવે છે તે લાયકાત ના ધરાવતા તપાસ કરે છે કુપોષણ એક કારણ આ પણ હોય શકે અમુક બની બેઠેલા ચાર્જ વારા અધિકારી ઓ મોટાભા થઈ ને ફરે છે પણ રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તો પણ સબ સલામત ના દાવા કરે છે

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ને સીધો સવાલ છે કે કુપોષણ માટે સરકાર ની ચાલતી યોજના લાભ ખરેખર તમામ લાભાર્થીઓને મળે છે?? “પત્રકાર નિલેશ સોલંકી” 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here