ધારાસભ્ય ચુડાસમાએ માછીમાર સમાજના આવતું વર્ષ સારું રહે તે માટે વેરાવળ બંદર ખાતે સાગર પૂજન કર્યું

0
210સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા માછીમાર સમાજના આવતું વર્ષ સારું રહે તે માટે વેરાવળ બંદર ખાતે સાગર પૂજન કરેલ,

ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ માછીમાર સેલ ના પ્રમુખ અશ્વિનભાઈ સુયાણી દ્વારા સાગર પૂજન નું આયોજન કરવામાં આવેલ જેમાં 90 સોમનાથ ના યુવા લોકલાડીલા અને સૌ ના વિકાસ ઇચ્છતા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સમગ્ર માછીમાર સમાજ ના વિકાસ માટે થઈને વેરાવળ બંદર ઉપર સાગર પૂજન કરેલ અને ભૂતકાળ માં “વાયુ” તથા “તૌક્તે” વાવાઝોડા ના કારણે બોટો અને હોડીઓ માં થયેલ નુકશાન તથા છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી ને કારણે ધંધા રોજગાર માં થયેલ નુકશાની ને ધ્યાને લઈ વેરાવળ ના સમગ્ર માછીમાર સમાજ ને આવનારા દિવસોમાં સારા ધંધા રોજગાર મળી રહે અને માછીમાર સમાજ સાથે અન્ય ધણા સામાજ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, અને તેઓને પણ સારા ધંધા રોજગાર મળી રહે, જેથી તમામ માછીમાર ભાઈઓ ની સુખાકાળી અને તંદુરસ્તી સારી રહે તે માટે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ વેરાવળ બંદર ખાતે સાગર પૂજન કરેલ,
આ સાગર પૂજન પ્રસંગે, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી મનસુખભાઇ ગોહેલ, કોંગ્રેસ પ્રદેસ આગેવાન જયકરભાઇ ચોટાઈ, વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ મોતીવરસ, ખારવા સમાજ ના આગેવાન લલિતભાઈ ફોફંડી, લુહાણા સમાજ ના આગેવાન અશોકભાઇ ગદા,વેરાવળ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ ચુડાસમા, વેરાવળ શહેર કોંગ્રેસ એસ,ટી,સેલ ના પ્રમુખશ્રી હેમંતભાઈ ચૌહાણ, વેરાવળ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખશ્રી હર્ષલભાઈ ઋષિ, વેરાવળ શહેર કોંગ્રેસ પૂર્વપ્રમુખશ્રી દિનેશભાઇ રાયઠઠ્ઠા, રામજીભાઇ પટેલ, ખારવા સમાજ ના આગેવાન લાલભાઇ પટેલ, પુથ્વીભાઈ ફોફંડી, જિગ્નેશભાઈ વણિક, કૃણાલભાઈ સુયાણી, તથા માછીમાર ભાઈઓ, આગેવાનો, અને કાર્યકર્તાઓ, હાજર રહેલ હતા,

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here