માળીયા (મી)હાઇવે ઉપર ટાયર ફેકટરીના પ્રદૂષણથી પ્રજા પરેશાન, મામલતદારને ફરિયાદ.

0
198રિપોર્ટર:- મિત વ્યાસ

માળીયા (મી)હાઇવે ઉપર ટાયર ફેકટરીના પ્રદૂષણથી પ્રજા પરેશાન, મામલતદારને ફરિયાદ.

રબ્બરના કચરા તેમજ ટાયર ઓગા ળતી ફેક્ટરીની બાજુમાંથી પસાર થવામાં પણ મુશ્કેલી.

માળીયા (મી) – જામનગર હાઇવે ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક સરવડ ગામની તદ્દન નજીક આવેલ વાહનોના ટાયર બાળી ટાયર બનાવતી ફેકટરીના પ્રદૂષણના પાપે લોકોને જીવવું મુશ્કેલ બન્યું હોવાની ચૉકાવનારી ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા માળીયા મિયાણા તાલુકા મામલતદારને કરવામાં આવી છે.

સરવડ ગામના સરદારનગર વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ લોદરિયા દ્વારા માળીયા મામલતદારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે પીપળીયા ચાર રસ્તા અને સરવડ ગામની તદ્દન નજીક બોસ ટાયર ફેકટરી દ્વારા જુના પ્લાસ્ટિકના કચરા અને વાહનોના જુના ટાયરને બાળી નવા ટાયર બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે દિવસ રાત પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અને આજુબાજુના બેથી ત્રણ કિલોમીટર વિસ્તારમાં લોકો રીતસર ગૂંગળામણ અનુભવી રહ્યા છે.

વધુમાં ફરિયાદ રૂપી રજુઆતમાં જણાવાયું છે કે, પીપળીયા ચાર રસ્તા અને સરવડ નજીક મોટી માનવ વસાહત આવેલી છે સાથો સાથ અહીં શૈક્ષણિક ઝોન ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલ હોય નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો છે.
આ સંજોગોમાં સરકારની મંજૂરી સાથે કે મંજૂરી વગર શરૂ થયેલ આ પ્રદુષણ ઓકતી ટાયર ફેક્ટરીને વિશાળ માનવ હિતને ધ્યાને લઇ તાકીદે બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here