રક્ષાબંધન: સ્નેહ નું પર્વ

0
230કુંતા અભિમન્યુને બાંધે, અમર રાખડી રે

આજની આ ભાગદોડભરી જીંદગી માં તહેવારો તેમાં કંઇક નવીનતા લાવે છે. લોકોને એકબીજાથી જોડી રાખે છે. દરેક તહેવારોનું મોટાભાગે પૌરાણિક મહત્વ પણ જોવા મળે છે. એમ રક્ષાબંધન પણ તેની મહત્તા ધરાવે છે.

રક્ષાબંધન એક એવો તહેવાર છે જેમાં એક સ્ત્રીનું એકલે કે એક દીકરી નું મહત્વ વધુ હોય છે. એક બેન માટે તેનો ભાઈ તેનું સર્વસ્વ હોય છે. તેની રક્ષા માટેનું કવચ હોય છે. તો ભાઈ પણ તેની સદાને માટે રક્ષા કરવાનું વચન આપે છે.

રક્ષાબંધનનું પૌરાણિક મહત્ત્વ પણ બતાવ્યું છે. દાનવોના રાજા બલી પાસે ઈન્દ્રાણી એ રાખડી બાંધીને તેમનું સૌભાગ્ય અખંડ રાખ્યું હતું. તો રાણી કર્ણાવતીએ પણ મેવાડનું સિંહાસન બહાદુરશાહના હાથમાં જતું બચાવવા દિલ્લી શાસક હુમાયુને રાખડી સાથે પત્ર મોકલી વિનંતી કરી હતી. તે પત્ર મળતાની સાથે જ હુમાયુ ભાઈના સંબંધે રક્ષા કાજે આવી પહોંચ્યો હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ માતા કુંતા એ અભિમન્યુ ને રક્ષાકવચ બાંધીને મોકલ્યો હતો .

રક્ષાબંધન ના રાખડી બાંધતી વખતે બહેન તેના ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે .જયારે ભાઈ તેની બહેનની સાથે રહેશે એવું વચન આપે છે .ભાઈ બહેનનો નિર્દોષ, પવિત્ર પ્રેમ આ દિવસે વધુ છલકી ઉઠે છે. આ પ્રેમમાં ક્યારેય કોઈ સ્વાર્થ નથી હોતો. ભાઈ બહેનનો પ્રેમ તો નિ:સ્વાર્થ, અનમોલ અને અખૂટ છે. બહેનના લગ્ન પછી પણ આ પ્રેમમાં ઓટ આવતી નથી. તેમાં સતત વધારો જ થાતો જાય છે. બહેન પણ દૂર હોય તો આ દિવસે તે તેના ભાઈ સાથે હોય તેવું ઈચ્છે છે. અને તેની એક જ કામના હોય છે કે……
યે ન બદ્ધો બલિરાજા
દાનવેન્દ્રો મહાબલ:
તે ન ત્વાં પરિબદ્ધનામિ
રક્ષે મા ચલ મા ચલ.

હે રાખડી! તું ક્યારેય મારા ભાઈની રક્ષા કરવામાંથી ચલિત ન થતી, ચલિત ન થતી. સ્નેહનું આ પર્વ ફક્ત એક તાંતણાંથી ભાઈ બહેનના સ્નેહને બાંધી રાખે છે.

સંકલન:રીમા પોપટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here