હાલોલ સહિત પંથકમાં રક્ષાબંધન પર્વની હર્ષોઉલાસ સાથે ઉજવણી કરાઈ.

0
225

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

શ્રાવણ સુદ પૂનમ એટલે બડેવ, રક્ષાબંધન અને નાળિયેરી પૂનમનો ત્રિવેણી સંગમ. આજે રક્ષાબંધન પર્વ એટલે ભાઈ અને બહેનનો નિસ્વાર્થ સ્નેહ અને પ્રેમ. તાતના રૂપે રેશમના ધાગામાં બનેલી રક્ષા બહેન ભાઈ ના કલાઈ ઉપર બાંધી બહેન પોતાના ભાઈને દીર્ઘ આયુષ્ય માન ધનવાન અને પોતાની મનોકામના પૂર્ણ કરવા અંગે આશીર્વાદ આપે છે. તેવી જ રીતે ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવાની વચન આપે છે. આજે રક્ષાબંધન પર્વને લઇ હાલોલ નગર સહિત તાલુકામાં પર્વની ઉજવણી રંગે ચગે કરવામાં આવી હતી.જયારે હાલોલના બજારોમાં આજે રક્ષાબંધન પર્વને લઇ છેલ્લા સમયે લોકો રક્ષાઓ તેમજ મીઠાઈની ખરીદી કરવા માટે તેમજ બહેનને સપ્રેમ ભેટ આપવા માટે લોકો હાલોલ નગર ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક વિસ્તારોમાં ભારે ભીડ વાળો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા દોઢ વર્ષે થી મહામારી એવા કોરોનાવાયરસ ના રોગને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. જ્યારે આજે રક્ષાબંધન પર્વને લઇ લોકો કોરોના ના મહામારીને ભૂલી જઈ નીકળી પડ્યા હતા.જોકે એ જોઈને કોરોના ની  ત્રીજી લહેર આવે તેવી સંભાવનાઓ પણ જોવા મળી હતી.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here