મંત્રની ધ્વની ઉર્જાશકિત.

0
170અક્ષર કેવી રીતે ઉત્પન્ન થાય છે ?
શબ્દ કેવી રીતે બને છે ?
શ્વર કેવી રીતે ઉત્પન્ન થાય છે ?
મંત્ર એટલે શું ? મંત્ર રચના કેવી રીતે થાય છે ?
ધ્વની તરંગો એટલે શું ?

મંત્ર જાપ કરવાનો શું ફાયદો થાય છે એ સમજવુ મહત્વનું છે,

શરીરમાં શ્વરયંત્ર છે તે માંસપેશીઓનું પોલાણ ધરાવતું જૈવિક યંત્ર છે, જે ચેતાતંત્ર અને સ્મૃતિશકિત દ્વારા શરીરમાંથી ઉત્પન્ન થતા ધ્વનીઓ અને બ્રહ્માંડમાંથી શરીર કાન મારફત આવતા ધ્વનીઓનું નિયમ કરે છે,

શરીરમાં ફકત લોહીમાંથી ધ્વની ઉત્પન્ન થાય છે લોહીમાં ધ્વની શોષણનો અને ધ્વની સ્ખલનનો ગુણધર્મ છે જેવો ઉતમ અન્ન આહાર એટલું ઉતમ રકત બને છે અને જેટલું ઉતમ રકત બને છે એટલો ઉતમ ધ્વની પ્રગટે છે,

દ્રશ્ય, શ્રવણ, સ્પર્શ, ના સંકલનથી ઉત્પન્ન થતી સંવેદનાઓ ચેતાકોષો અને ચેતાતંત્રમાં તથા નાના અને મોટા મગજમાં નિયંત્રિત થાય છે, ચેતાતંત્રના ઉત્સર્જન ગુણધર્મોને કારણે સંવેદનાઓના તરંગો શ્વરયંત્રમાં સતત પહોંચતા રહે છે જરૂરીયાત મુજબ સંકલિત થયેલા ધ્વની તરંગો સ્ખલન પામે છે આ તરંગોમાંથી ઉર્જાઓ પ્રવાહિત થાય છે, એ તરંગ ઉર્જાઓ મુખથી વાચા શબ્દની ધ્વની તરીકે બહાર આવે છે,

રકતમાં ધ્વની ઉત્પન્ન થવાના મુળ ૫૨ પ્રકાર ગણવામાં આવે છે જેને આપણે મુળાક્ષરો તરીકે ઓળખીએ છીએ, કોઇપણ ભાષાના મુળાક્ષરો ૫૨ હોય છે અને દરેક ભાષામાં સાત શ્વરો હોય છે એટલે કે સાત વર્ગના સાત શ્વરોમાં ૫૨ અક્ષરો ઉત્પન્ન થતા હોય છે,

૫૨ અક્ષરો સાથે જુદી જુદી રીતે શ્વરો જોડાય એટલે બારાક્ષરી રચાય છે, એક અક્ષર સાથે એક શ્વર જોડાય તો બારાક્ષરી બને તેવી રીતે બે અક્ષરો સાથે બે શ્વરો જોડાય તો બીજ અક્ષર રચાય છે જે મંત્રના અક્ષરો ગણાય છે, મંત્ર વિવિધ ઉર્જાશકિતના બીજાક્ષરોથી સ્વરૂપને જોડીને રચાય છે,

મંત્રની રચનામાં નક્ષત્ર અને ૫૨ અક્ષરોની શકિતપીઠના સ્વરૂપો અને મુળભુત ત્રિગુણ ગુણધર્મો જોડાયેલ હોય છે,

તરંગો અને ધ્વની ઉર્જાઓ અંદર શોષાય કે બહાર ફેલાય તેની સાથે સૌર ઉર્જાઓનો સંબંધ જોડાય છે, જેથી દરેક મંત્ર જાપ કરવાના મુખ્યત્વે બ્રાહ્મમુહર્ત, મધ્યાહન અને સંધ્યા ઉપરાંત પ્રયોગાત્મક રીતે જુદા જુદા યોગો અને સમયકાળ નિશ્ચિત કરવામાં આવે છે,

સમગ્ર ૫૨ અક્ષરોને બે ભાગમાં એટલે કે ૨૬-૨૬ અક્ષરોના બે વિભાગ છે, આ ૨૬ અક્ષરો બીજા ૨૬ અક્ષરો સાથે જોડાય શકતા નથી તેથી આ અક્ષરોને જોડવા માટે સાથે સાત શ્વરને જોડવામાં આવે છે,

મંત્રના મુળ ફાયદાઓ શું છે ?

મંત્ર મૌન કરીએ તો ચેતાતંત્રમાં ચૈતન્ય શકિતઓ વધારે છે

મંત્ર મુખેથી ઉચ્ચાર કરીને કરીએ તો બાહ્ય સૃષ્ટિમાં વિવિધ નિર્માણ કરે છે,

મંત્રથી ઉત્પન્ન થતા તરંગોના ધ્વનીઓથી સૃષ્ટિ ઉપર અનેક રચનાઓ કરી શકાય છે,

મંત્ર ઉર્જાઓ, અને શરીરના ચૈતસિક વાયુ ચક્રોમાં આજ્ઞાચક્રનો યોગ્ય પ્રયોગ કરીને સંકલ્પ અનુસાર નિર્માણ કરી શકાય છે,

મંત્રો શરીરની નાડીઓ અને સાત ચૈતસિક ચક્રો સાથે પણ જોડાયેલ હોય છે, જેથી મંત્ર દ્વારા રકત બળવાન બને છે ઉર્જાવાન બને છે તેથી આયુષ્યમાં વધારો થાય છે,

મંત્રની ઉર્જાઓના યોગ્ય ઉપયોગ માટે મૌન, અવાચા સ્થિતિ ઉતમ છે, અસત્ય બોલનારના મંત્રની કોઇ ઉર્જાઓ કાર્યરત થતી નથી તેથી અસત્ય બોલનાર કે અપકર્મ કરનારની કોઇ મંત્રશકિતનું મહત્ત્વ નથી,

મંત્રથી ઈચ્છા મુજબ નિર્માણ માટે મંત્રને બાહ્ય ઉર્જાઓ સાથે જોડવામાં આવે છે, બ્રહ્માંડની સંખ્યાબંધ ઉર્જાઓમાં ઇચ્છિત નિર્માણ કરવા રસાયણક્રીયા અને વાયુ સંક્રમણ કરવા યજ્ઞ કરવામાં આવે છે,

વૃક્ષોના રસાયણોમાંથી ઉત્પન્ન થતી અગ્નિ અને વાયુઓના ઉર્જા તરંગો સાથે મંત્ર ઉચ્ચારણ કરીને તરંગો, ધ્વનીઓ જોડવાની પ્રક્રિયાઓ કરવામાં આવે છે, મંત્ર શકિત અને યજ્ઞશકિત પરસ્પર જોડાયેલા છે, યજ્ઞમાં આહુતી અર્પણ કરવી એટલે પંચ તત્વની ઉર્જાઓ સાથે મંત્રની ઉર્જાઓને જોડીને સંકલ્પ અનુસાર સૃષ્ટિમાં નિર્માણ કરવુ. મંત્ર આત્મા છે તો યજ્ઞ એ મંત્રનું શરીર છે,

અંદર બહારથી શુદ્ધ શરીર, મૌન મનૌસ્થિતિ, યોગ્ય સંકલ્પ હોય તો સમયકાળની યોગ્યતા અનુસાર મંત્ર ઉર્જાઓથી સૃષ્ટિમાં મનુષ્ય કોઇપણ અશકય કાર્ય સફળતાથી કરી શકે છે, “પત્રકાર નિલેશ સોલંકી” 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here