એલસીબી પોલીસે વૈડીના લિસ્ટેડ બુટલેગર અરવિંદ કટારાના ઘરે ત્રાટકી ૩૪૭ બોટલ દારૂ જપ્ત કર્યો, બુટલેગર ફરાર 

0
258

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

એલસીબી પોલીસે વૈડીના લિસ્ટેડ બુટલેગર અરવિંદ કટારાના ઘરે ત્રાટકી ૩૪૭ બોટલ દારૂ જપ્ત કર્યો, બુટલેગર ફરાર

અરવલ્લી જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે જીલ્લા એલસીબી પોલીસને વૈડી ગામના લીસ્ટેડ બુટલેગર અરવિંદ કટારાના ઘરે ત્રાટકી ઘરમાં સંતાડી રાખેલા ૩૨ હજારથી વધુનો વીદેશી દારૂ ઝડપી પાડ્યો હતો બુટલેગર અરવિંદ કટારા એલસીબી પોલીસને થાપ આપી નાસી છૂટ્યો હતો
એલસીબી પોલીસે ઇસરી પોલીસને ઉંઘતી રાખી પ્રોહી રેડ કરતા ઇસરી પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે.અરવલ્લી એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વૈડી ગામનો લીસ્ટેડ બુટલેગર અરવિંદ છગન કટારા રાજસ્થાનના ઢેકવા ગામે આવેલા વીદેશી દારૂના ઠેકા પરથી બોલેરો જીપમાં વિદેશી દારૂ વેચાણ માટે ભરી લાવી ઘરમાં સંતાડી રાખ્યો છેની બાતમી મળતા એલસીબી પોલીસ લિસ્ટેડ બુટલેગર અરવિંદ છગન કટારાના ઘરે રેડ કરી ઘરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ અને બીયરના ટીન નંગ-૩૪૭ રૂ.૩૨ હજારથી વધુનો જથ્થો જપ્ત કરી અરવિંદ છગન કટારા અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ઢેકવાના અજાણ્યા બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here