ગણતરીના દિવસોમાં બે ચોરીના ભેદ ઉકેલી બે મો.સા ચોરોને પકડી પાડતી ગરુડેશ્વર પોલીસ

0
224

ગણતરીના દિવસોમાં બે ચોરીના ભેદ ઉકેલી બે મો.સા ચોરોને પકડી પાડતી ગરુડેશ્વર પોલીસ

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં મિલકત વિરોધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સ. ડી.બી.શુક્લ નાઓના સુપરવિઝન હેઠળ પી.એસ. આઈ એમ. આઈ શેખ ગરૂડેશ્વર પો.સ્ટે. માં ગુનો દાખલ હોય જે ગુનામા ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ ની તપાસમાં અગાઉ ચોરીમા પકડાયેલ હોય તેવા લોકલ શકદારોની તપાસમાં હતા અને આ ચોરી ડિટેકટ કરવા ચક્રો ગતિમાન કરેલ તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે મનોજભાઈ રમેશભાઈ તડવી રહે લીમખેતર તા.ગરૂડેનાર જી.નર્મદા વાળો ફાલ એક શંકાસ્પદ મો. સા સાથે આંટા ફેરા કરે છે તેવી હકીકત આધારે પકડવા વોચ ગોઠવેલ તે દરમ્યાન હરીપુરા ચોકડી પાસેથી મજકુર મનોજભાઈ રમેશભાઈ તડવી રહે લીમખેતર તા.ગરૂડેશ્વર જી.નર્મદા વાળો હીરો હોન્ડા સ્પેન્ડર મો.સા નં GJ-05-ED-4733 સાથે મળી આવેલ અને તેણે મો.સાઈકલ ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોય તેવુ જણાતાં તેની પાસેથી હીરો હોન્ડા સ્પેન્ડર મો.સા નં GJ-05-ED-4733 ની સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ ક્બજે કરવામાં આવેલ અને તેને સી.આર.પી.સી ૪૧ (૧) ડી મુજબ અટક કરવામાં આવેલ જે બાદ આરોપીની ઉંડાણ પૂર્વક પુપરછ કરતા પોતે તથા પોતાના સાગરીત કમલેશભાઈ ચંપકભાઈ તડવી રહેલીમખેતર તા.ગરૂડેશ્વર જી.નર્મદા વાળા સાથે મળી આશરે દશેક દિવસ પહેલા સદરહુ મો.સા નં GJ-05-ED-4733 ની તણખલા ગામ પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ છે અને સોનગામ કેનાલ પાસેથી એક પેશન પ્રો મો.સા ન GJ-06-DE-7105 ની ચોરે કરેલ હોવાનું કબુલાત આપેલ છે જે મો.સા તેણે પોતાના ઘરની પાછળ આવેલ નદીના ઢાળમાં સંતાડેલ ત્યાંથી કબજે કરવામાં આવેલ છે,અને મજકુરના સાગરીત કમલેશભાઈ ચંપકભાઈ તડવી ઉ.વ ૩૦ ધંધો ખેતી રહે .લીમખેતર તા.ગરૂડેશ્વર જી.નર્મદા વાળાને પકડી પાડવામાં આવેલ છે .આમ ગણતરીના દિવસોમાં ગરૂડેશ્વર પો.સ્ટેની હદમાંથી થયેલ ચોરી તેમજ નસવાડી પો.સ્ટેની હદમાં તણખલા ગામેથી થયેલ ચોરી નો ભેદ ઉકેલી બે મો.સા સાથે બે ચોર ઈસમોને પકડી પાડવામાં આવેલ છે

◆◆ આરોપી મનોજભાઈ રમેશભાઈ તડવી સામે સોલાર પ્લેટો, બાઇકો ચોરી ના તિલકવાળા, નસવાડી, ગરુડેશ્વર , કેવડિયા પોલિસસ્ટેશન માં અન્ય છ ગુનાઓ નોંધાયેલ છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here