પિતરાઈ ભાઈએ એકલતાનો લાભ લઈ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

0
221

અમદાવાદમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મના બનાવ માં પોલીસ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપી બીજું કોઈ નહિ પરંતુ તેનો પિતરાઈ ભાઈ જ નીકળ્યો છે. જે તેના પાલતુ શ્વાન ને સાચવવા માટે સગીરા ને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં સગીરા પર બળાત્કાર ગુજારવામા આવ્યો હતો. જેના કારણે સગીરા ગર્ભવતી થઇ હતી. જો કે આ મામલે કોઇને જાણ કરી ન હતી. આ દરમિયાન સગીરાને દુઃખાવો થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેની ડિલીવરી થઇ ગઇ હતી. જેમાં મૃત બાળકનો જન્મ થયો હતો. બીજી તરફ થોડા જ સમયમાં સગીરાનું પણ મોત નિપજ્યું હતું. આ મામલે ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી હતી. જેમાં બળાત્કારી પિતરાઇ ભાઇ જ નિકળ્યો હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બન્ને ભાઇ-બહેનના પિતા નથી તેઓ માતા સાથે એકલા રહેતા હતા અને પિત્તરાઇ ભાઇ પાસે શ્વાન હોવાથી સગીરા તેને સાચવવા માટે જતી હતી. ત્યારે એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ગત અઠવાડિયે સગીરા પેટમાં અસહ્ય દુઃખાવો થતા તેને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તે 9 મહિના ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં ડિલીવરી થઇ હતી અને મૃત બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ અચાનક સગીરાએ પણ દમ તોડી દીધો હતો.

હાલ માં પોલીસ એ આરોપી ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. જો કે, નવ મહિના સુધી સગીરા ની પ્રેગનન્સી અંગે કેમ કોઇને કંઇ જાણ ન થઇ તે મુદ્દે હજુ પોલીસ તપાસ કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here