12 સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહ માં ખુબજ નીચું પરિણામ હવે ધો.10 ના રિપીટર નું રિઝલ્ટ કાલે..

0
202





ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 1 લાખ 14 હજાર 193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાથી સામાન્ય પ્રવાહમાં કુલ 27.83 ટકા પરિણામ નોંધાયું છે. ત્યારે હવે આવતી કાલે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. આવતીકાલે સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89 હજાર 106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78 હજાર 215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 19 હજાર 32 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે વિદ્યાર્થીનીઓની વાત કરીએ તો 40 હજાર 727 વિદ્યાર્થીનીઓમાંથી 35 હજાર 439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 564 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. જેમની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. એટલે કે વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. 20 ટકા પસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનાર વિદ્યાર્થીઓ પણ 113 છે.

ધો.12 સાયન્સના માત્ર 15 ટકા રિપીટર્સ જ પાસ થયા હતા
6 દિવસ પહેલા જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30343 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા.

A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 માંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 માંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે.

 

રિપીટર્સે પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી
કોરોનાની મહામારીમાં કારણે પણ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી. જો કે કોર્ટે પણ પરીક્ષા લેવા માટે છૂટ આપી હતી. જેથી 15 જુલાઈએ રિપીટર્સની પરીક્ષા યોજવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here