AMC માં સિનિયર ને મૂકી તેમના માનીતા જુનિયર ના પ્રમોશ કરતા વિવાદ

0
204



અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશન દ્વારા પ્રમોશન ની જાહેરાત કરતા એડિશનલ ચીફ એન્જિનિયરની જગા પર વિશાલ નાયક તથા એડિશનલ સિટી ઇજનેરની જગા પર નૈનેશ દોશી, રતનજી અને અશોક સકસેનાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે ડેપ્યુટી સિટી ઇજનેર પદે મનીષા શાહ અને મનીષ શાહ કિરણ ટડેલ, ભરત ગોહિલ, ભાસ્કર ભોજકને નિમણૂક કરવામાં આવી છે.

વરિષ્ઠ અધિકારીઓની આ બઢતીમાં ૧૨ આસિસ્ટન્ટ મેનેજરોને ડેપ્યુટી એચઓડીપદે નિમણૂક કરવામાં આવી છે તેમાં મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસના વડા દીપકભાઈ નાયક, પબ્લિસિટી વિભાગના વડા ચિરાગ પટેલ, હાલ દિલ્હીમાં પ્રધાનમંત્રીના મંત્રાલયમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ચિરાગ પંચાલ, લ.ગો. હોસ્પિટલ તથા મેટના આસિ. ડાયરેક્ટર જવાલિન હાલાણી, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ દીપકકુમાર ઇટાદરિયા વિગેરેનો સમાવેશ થવા જાય છે.

ઇજનેર વિભાગમાં ,એસ્ટેટ ટીડીઓ વિભાગ,હેલ્થ વિભાગ વિવિધ વિભાગના કર્મચારીઓ પ્રમોશન મળ્યું નથી અને કોઈ મહિલા આસિ. મેનેજરને બઢતી મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here