T-Series વાળા ધરાર લાયસન્સ લેવા અને ધમકી આપતા હોવાથી મોરબી ફોટોગ્રાફરો એશો.નો વિરોધ

0
220



મોરબી:ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર લોકોના ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોનું વિડીયો કવેરેજ કરીએ છીએ, જેની અંદર વિડીયો શુટીંગ દરમ્યાન આવેલા ધોંધાટને દબાવવા માટે અમો વર્ષોથી જુદી જુદી ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ ને ફીલ્મી ગીતોનો ઉપયોગ કરીએ છીએ. જે માત્રને માત્ર પાર્ટીના પર્સનલ ધરમાં જોવા માટે હોય છે. આપણે સમજી શકીએ છીએ કે લગ્નની કેસેટ કોઇ થિયેટર કે ટેલીવિઝનમાં બ્રોડકાસ્ટ કરવા માટે બનાવતા નથી. નિયમ મુજબ ધાર્મિક કાર્યોમાં ઓડીયો મુકવો એ કોઇ ગુન્હો નથી છતાં પણ ટી-સિરીઝ જેવી રેપ્યુટેડ કંપની ફોટોગ્રાફરો ઉપર પોલીસનો સપોર્ટ લઇ ગેરકાયદેસર રીતે દરોડા પાડે છે અને તેનું લાઇસન્સ લેવા ધમકાવે છે. તેના સેલ્સપર્સન જાણે તેમની પ્રોડકટ ધાક-ધમકીથી વેચવા માટે નિકળ્યા હોય તેવું અને ફોન દ્વારા બોલાવીને સ્ટુડીયો-ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર તથા એડીટર વેપારીઓ સાથે અમાનવીય વર્તનકરે છે. અને એટલું જ નહી પોલીસના અધિકારનો દુર ઉપયોગ કરી સામાન્ય ફોટોગ્રાફર ઉપર કોર્ટના સર્ચ વોરંટ વગર કે કોઇપણ જાતના આધાર પુરાવા આપ્યા વગર રેડ કરી તેમના આજીવિકાના સાધનો પંચનામું વગર કબ્જે કરી જાય છે, તેની ધરપકડ પણ કરાવે છે. જાણે તેમણે કોઇ મોટો ગુન્હો કર્યો હોય અમુક નાના-નાના ફોટોગ્રાફરો માટે આજ એક આજીવિકાનું સાધન હોય છે તો પણા આ માટે ડર ને કારણે પોતાનો ધંધો બંધ કરી કોમ્પ્યુટરો સગે-વગે કરી ધંધા વિહોણા બેઠા છે જે દેશની સરકાર માટે દુઃખદાયક છે. રોજગારી વધે નહી તો કાંઇ નહી હાલ તો જે લોકો પાસે રોજગાર છે તે પણ બિચારા આવી એક કંપનીના ત્રાસને કારણે બેરોજગાર બની રહ્યા છે. સમાજમાં ફોટોગ્રાફર એક એવી જરૂરી વ્યકિત છે જે પોતાની આર્ટની મદદથી લોકોના પ્રસંગને આજીવન યાદગાર બનાવે છે તેને વિડીયોમાં ગીત મુકવા હોય તો તે પોતાના ઉપયોગ માટે કે તે ગીત મુકવાના એકસ્ટ્રા રૂપિયાનો ચાર્જ લેતા નથી.

આ ટાઇપની રેડ માત્ર અને માત્ર ગુજરાતમાં જ થાય છે અને ભારતભરમાં અન્ય કોઇપણ જગ્યાએ રેડ પાડી ફોટોગ્રાફરોને હેરાનગતી કરવામાં આવતી નથી, તો શા માટે ગુજરાતના ફોટોગ્રાફરોને નિશાન બનાવવામાં આવે છે અને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના અધિકારીના લેટરપેડ ઉપર મંજરી લઇને આવે છે એવું જણાવે છે પરંતું કોઇ કાગળ અમોને બતાવવામાં આવતો નથી તો ઉપરોકત બાબતે યોગ્ય તપાસ કરવી જોઇએ.

તો આ બાબતે અમારી સરકારશ્રી તેમજ પોલીસ અધિકારીશ્રીને નમ્ર અરજ છે કે સામાન્ય ફોટોગ્રાફરને આ એક પ્રાઇવેટ કંપની જે રીતે ડરાવીને પોતાની પ્રોડકટનું દબાણપૂર્વક લાયસન્સ લેવાની ફરજ પાડે છે તે શું વ્યાજબી છે ? જેના માટે તે કંપની વાર્ષિક રૂ।. ૧૫,૦૦૦/- ફી લેવા માંગે છે તો શું આ યોગ્ય છે ? આ બાબત સરકારશ્રી અને પોલીસ અધિકારીશ્રી અમારી વાત સાંભળે એવો અમારો અનુરોધ છે.

એક સામાન્ય કંપનીનો એન્ટીવાયરસ સોફટવેર માત્ર શ. ૫૦૦/- માં કંપની આપે છે તેમાં તે કંપની સી.ડી. આપે છે સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ઓનલાઇન અપડેટ આપે છે પરંતું સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. (ટી-સિરીઝ) દ્વારા જબરદસ્તી પૂર્વક આપવામાં આવતું લાયસન્સ માત્ર એક કાગળનું પુરૂં જ આપે છે બાકી કોઇપણ વસ્તુ આપતી નથી તો રૂા. ૧૫,૦૦૦/- ટી-સિરીઝ કયાં કારણોસર ઉધરાવે છે તેની યોગ્ય તપાસ થવી જોઇએ.

આ ઉપરાંત કોપીરાઇટ એકટ-૧૯૫૭ની કલમ “પર (બાવન)” મુજબ કોઇપણ ધાર્મિક સંસ્કરણમાં વપરાતાં ગીત, સંગીત કે મ્યુઝીક કોપીરાઇટમાં આવતા નથી તેવું અમારી જાણમાં આવેલ છે.

આજરોજ તા. ૧૯/૦૮/૨૦૨૧ના રોજ અમોએ ટી સિરીઝના સેલ્સપર્સન એવા મોરબી જીલ્લાના સંજયસિંહ ગોહીલ મો. નં. ૭૫૭૪૦ ૨૦૬૭૪ ટી. સિરીઝની કોપીરાઇટની માહિતી આપવા આવવાના હતા તે સંદર્ભે અમો ફોટોગ્રાફર / વિડીયોગ્રાફર ૨૦૦ થી વધુ સંખ્યામાં હાજર હતા તેમજ અમોને ટી. સિરીઝના નિતીનિયમો સમજાવ્યા વગર લાઇસન્સ લેવા માનસિક અમાનુષી અત્યાચાર કરે છે અને અમોને રૂા. ૧૫,૦૦૦/- થી લાઇસન્સ લેવા માટે દબાણ આપે છે.આજે એસપી અને કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય પગલાં ભરવાની માંગ કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here