કૃષિ યુનિવર્સિટી વઘઇ ખાતે ખેતી વિષયક પ્રશ્નો અંગે કિશાનગોષ્ટિ કાર્યક્રમ યોજાયો

0
197

ડાંગ:- મદન વૈષ્ણવ

ખેતી વિષયક પ્રશ્નો, અડચણો, પ્રતિભાવો તથા સંશોધનો ના મુદ્દા અંગે કિશાનગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ડાંગના 20 જેટલા ખેડુતો એ લીધો હતો.

ગુજરાતનાં ખેડૂતોના વિકાસ માટે કૃષિ યુનિવર્સિટીની અધતન તાંત્રીકતાઓ ખેડૂતો સુધી પહોંચાડવી જરૂરી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કિસાનગોષ્ઠીને અભિનંદન પાઠવતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝીણાભાઈ પટેલે જણાવ્યું કે યુનિવર્સિટીની બધી ભલામણો છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવી જરૂરી છે. જ્યારે બધા ખેડૂતો સુધી આપણી યુનિવર્સિટીની ભલામણો પહોંચશે ત્યારે જ યુનિવર્સિટીનું કામ સાર્થક થશે.

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામમાંથી ખેડૂતો પણ જોડાયેલ હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં SHG ગ્રૂપના ચેરમેન શ્રીમતી ભારતીબેન દ્વારા જણાવાયું હતું કે નાગલીનો વિસ્તાર આપણાં ડાંગ જિલ્લામાંથી ઓછો થતો જાય છે. આ પાકના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટે યોગ્ય આયોજનરૂપી પગલાં લેવા વિનંતી કરી હતી. શ્રીમતી ભારતીબેન દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે નાગલી, વરી અને સફેદમુસળીનું મૂલ્યવર્ધન કરવા માટેના નિદર્શન યુનિટનું આયોજન કરવાથી નાગલીની ખેતીમાં ઘણા ખેડૂતો આગળ આવે તેવી શક્યતા જણાવી હતી. બોરપાડા ગામના શ્રી નિલેશભાઈ દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતોને આદર પધ્ધતિ ધીમે ધીમે છોડીને આગળ આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ડોકપાતળ ગામના શ્રી વિજયભાઇ દ્વારા મશરૂમના બિયારણ કૃષિ યુનિવર્સિટી પરથી જ મળી રહે તથા તેના માર્કેટિંગમાં પડતાં પ્રશ્નો જણાવ્યા હતા. ઉગા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી ગોવિંદભાઇ દ્વારા પશુઓને અપાતાં મિનરલ મિક્ષર અને બાયપાસ ફેટના યુનિટ યુનિવર્સિટી દ્વારા ગોઠવવામાં આવે તો ખેડૂતોને વ્યાજબી ભાવે નજીકથી મિનરલ મિક્ષર અને બાયપાસ ફેટ મળી રહે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 20 થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here