ધોરાજી ના વેગડી ગામ સજજડબંધ ગ્રામજનોના ધરણા

0
239રિપોર્ટર ચુડાસમા વિક્રમસિંહ જેતપુર

ધોરાજી ના વેગડી ગામ સજજડબંધ ગ્રામજનોના ધરણા

પ્રદુષણના કારણે કપાસનો પાક નિષ્ફળ જતા આપઘાત કરનાર ખેડૂતને ન્યાય આપવાની માંગ સાથે રજુઆત કરી

ધોરાજી નજીકના વેગડી ગામે કપાસનો પાક નિષ્ફળ જતા આપઘાત કરી લેનારા ખેડૂતને ન્યાય આપવાની માંગણી સાથે આજે સવારથી ગ્રામજનોએ સજજડ બંધ પાળી ગામના પ્રવેશદ્વાર પાસે ધરણા પર બેસી લડતના મંડાણ કર્યા છે. જેના પગલે ગામમાં તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ દોડી આવેલ છે. તેમજ પોલીસના ધાડેધાડા ઉતરી પડયા છે. ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ધોરાજીના વેગડી ગામે ભનુભાઇ મેરામભાઇ જોરીયા નામના ખેડુતે પોતાની વાડીમાં કપાસનું વાવેતર કરેલ હતું. પરંતુ પ્રદુષણના કારણે આ ખેડુતનો પાક નિષ્ફળ જતા આ ખેડુત પોતાની વાડીના ઝાડ પર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ઝાડ પર લટકતી આ ખેડુતની લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે વેગડી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી.
આ ઘટનામાં ગ્રામજનોએ જણાવેલ હતું કે પ્રદુષણના કારણે આ ખેડુતનો કપાસનો પાક નિષ્ફળ જતા કપાસ ઉખેડી નાંખવામાં આવેલ છે. પાક નિષ્ફળ જવાના કારણે ખેડુત મુશ્કેલીમાં મુકાય ગયા હતા આથી ખેડુતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ખેડૂતને ન્યાય આપવાની માંગણી સાથે આજે ગામના ગ્રામજનોએ સજજડ બંધ પાળી ધરણા પર બેસી ગયા હતા.મૃતક ભનુભાઈ ને સંતાનમાં ચાર દીકરી છે જ્યારે ભનુભાઈ પોતાના જીવન નિર્વાહ માટે ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા ઉપરાંત વેગડી ગામમાં ભાડાના મકાન માં રહેતા હતા પરિવારમાં બાપની અને પતિની છત્રછાયા ગુમાવતા દીકરીઓ અને પત્ની પર જાણે આભ ફાટી પડ્યું હોય અત્યારે પરીવાર ની અંદર કોઈ કમાવાવાળુ રહ્યું નથી આવા દ્રશ્યો જોઈ હૃદય પણ કંપી ઊઠે ત્યારે સેવાભાવી વ્યક્તિઓ આગળ આવ્યા છે ડુમીયાણી ગામના સેવાભાવી વ્યક્તિ કે.સી.પટેલએ એક દીકરીને દત્તક લીધી હતી જ્યારે બીજી દીકરીને વેગડી ગામના સરપંચ પુનભાઈએ દત્તક લીધી છે સાથો સાથ ગ્રામજનોએ અને સેવાભાવી માણસો એ અપીલ કરી કે શક્ય હોય રીતે પરિવારના આર્થિક નિર્વાહ માટે બનતી મદદ માટે આગળ આવે.આવેદનપત્ર પાઠવતી વેળાએ મૃતક ભનુભાઈ જોરીયાના પત્ની કંચનબેને જણાવ્યું હતું કે, પ્રદુષણને કારણે અમારો પાક બળી ગયો છે. મારા પતિ સતત પાક બળી ગયો હોવાનું જ રટણ કરતા હતા. હવે પરિવારમાં કોઈ જ કમાવવા વાળું રહ્યું જ નથી. તેમની સાથે ખેતરના પાડોશીએ નિવેદન આપ્યું હતું કે, 250 વિધા જેટલી જમીનમાં પ્રદુષણ ફેલાયું છે. અમે બે વર્ષ પહેલાં રજૂઆત કરી હતી છતાં કોઈ પગલાં લેવાયા નથી. જેને કારણે ભનુભાઈએ આપઘાત કર્યો છે. હવે જો પ્રદુષણ નહિ અટકે તો હજુ પણ ખેડૂતોની ખરાબ સ્થિતિ થઈ શકે છે.જયારે ગ્રામજનોએ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ આવેદનને હું સ્વીકારું છું. અને તમને બાહેંધરી આપું છું કે પ્રદુષણ ફેલાવતા એકમોમાં ચેકીંગ કરવામાં આવશે. જો પ્રદુષણ ફેલાતું જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here