ડેડીયાપાડાના નિવાલ્દા ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૦ જુગારીઓને એલ.સી.બી નર્મદાએ ઝડપી પાડ્યા

0
245

ડેડીયાપાડાના નિવાલ્દા ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૦ જુગારીઓને એલ.સી.બી નર્મદાએ ઝડપી પાડ્યા

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા પોલીસ અધિક્ષક ની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા વોચ તેમજ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ માણસોને બાતમી મળેલ કે ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના નિવાલ્દા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરતા કુલ ૧૦ ઇસમો નામે (૧) ઝહીરભાઇ અહેમદ સોલંકી (ર) વિપુર શાંતીલાલ વસાવા બંન્ને રહે. શાંતીનગર ડેડીયાપાડા (૩) રાહુલ રવિન્દ્ર વસાવા રહે. પોસ્ટ ઓફીસ પાસે ડેડીયાપાડા (૪) સતિષભાઇ અમરસીંગભાઇ વસાવા (૫) બીપીન મગન વસાવા (૬) શૈલેષભાઇ રામસીંગ વસાવા (૭) વિજય ચીડીયાભાઇ વસાવા (૮)ઇકબાલ મહંમદ સોલંકી તમામ રહે. ટેકરા ફળીયુ ડેડીયાપાડા (૯) વિકાસ અમરસીંગ વસાવા (૧૦) વિનેશ અમરસીંગ વસાવા બંન્ને રહે. બંગલા ફળીયુ ડેડીયાપાડા નાને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૪૦,૬૫૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧૦૦૦/- ના મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ.૪૧,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here