નર્મદા કેનાલમાં પાણી ચોરી નહી અટકાવવામાં આવે તો ૨૮ મીએ માળીયાના ખેડૂતો કરશે આંદોલન.

0
207રિપોર્ટર:- મિત વ્યાસ

નર્મદા કેનાલમાં પાણી ચોરી નહી અટકાવવામાં આવે તો ૨૮ મીએ માળીયાના ખેડૂતો કરશે આંદોલન.

ખેડૂત અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી કેનાલમાં પાણી ચોરી બંધ કરાવી સિંચાઇ માટે પાણી આપવાની માંગ કરી
માળીયાના ખેડૂતોએ નર્મદા કેનાલમાં પાણી ચોરી અટકાવવા અને તેમને સિંચાઇ માટે પાણી મેળવવા મુદ્દે મેદાને પડ્યા છે. જેમાં ખેડૂત અગ્રણીઓએ માળીયાના ઘાટીલાથી ઢાંકી પંપ સુધી સાયકલ પ્રવાસ કરીને નર્મદા કેનાલમાં પાણી ચોરીને ઉઘાડી કરી આ અંગે કલેક્ટરને વિગતવાર રજુઆત કરી હતી અને જો નર્મદા કેનાલમાં પાણી અટકાવી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં નહિ આવે તો 28મીએ માળીયાના ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં નર્મદાની સિંચાઇ કેનાલ નીકળે છે. હાલ ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતા માળીયા તાલુકામાં ખેડૂતોના ઉભા પાક સુકાઇ રહ્યાં છે. અત્યારે નર્મદા કેનાલમાંથી આ પાકને એક પાણ મળે તો ખેડૂતોના પાક બચાવી શકાય તેમ છે. નમૅદા યોજનાની માળીયા(મી) બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાના વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે ૧૫ દિવસથી ખેડૂતો અને માળીયા તાલુકાના આગેવાનો નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજુઆત કરી છે. પરંતુ કોઇ પરિણામ આવતું નથી. આથી ખેડૂતો તેમજ આગેવાનોએ નર્મદાની માળીયા બ્રાન્ચમાં ઢાંકી સુધી તપાસ કરતા માલુમ પડેલ છે અને વીડીયો પ્રફ પણ તેમની પાસે છે કે, ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારમાં કેનાલમાંથી આડેધડ પાણીનો બગાડ થાય છે. માયનોર કેનાલના ગેઇટ ખોલીને હોકળાંમાં પાણી કાઢવું, ઠેર-ઠેર બકનળી ચાલુ છે. એક ધાંગધ્રા તાલુકાના અખીયાણા ગેઇટ નં-28 જેમાં એક ગેઇટ નીચો બેસાડેલ છે. જેથી કરીને પાણીનો ભરાવો રહે છે.

વધુમાં જણાવ્યું હતું કે, ધાંગધ્રા તાલુકામાં અધિકારી એસ. આર. પટેલનો જે એરીયા આવે છે તેમાંજ પાણીનો સૌથી વધુ બગાડ થાય છે, જેના ખેડૂતો પાસે વીડીયો પ્રૂફ પણ છે. આ બધી જ રજુઆત નમઁદા નિગમના અધિકારીઓને કરી છે પરંતુ પાણી કાઢવાના ગોરખ ધંધા અધિકારી એસ. આર. પટેલની મીઠી નઝરથી થઇ રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો.

આથી નર્મદા કેનાલમાં પાણીની ચોરી તેમજ બગાડ બંધ થાય તો માળીયા બ્રાન્ચમાં પાણી છેક ખીરઇ સંપ સુધી પહોંચી શકે તેમ છે. જે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. અન્યથા ખેડૂતોએ તા.28 ઓગસ્ટના રોજ ખીજળા હનમાનજીનું મંદિર–જના ઘાંટીલા, નમઁદા કેનાલ પાસે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here