મોરબી : લૂટો ભાઈ લૂટો આ તો આમ પ્રજા છે !!??

0
352

અહેવાલ દેવ સનાળિયા

તહેવાર આવની સાથે જ લોકો ખરીદી માટે બજારમાં જોવા મળી રહ્યા છે તેનો લાભ લેવા મોરબી ટ્રાફિક પોલીસ રસ્તા પર આવી ગઈ છે ?

જન્માષ્ટમીનો તહેવાર આવતાની સાથે જ મોરબી ટ્રાફિક પોલીસ જાણે એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે દરેક ખૂણે હવે તો ટ્રાફિક પોલીસ ના દર્શન થવા લાગ્યા છે જે સ્થળ પર ક્યારેય ટ્રાફિક પોલીસ નોતી દેખાતી તે ટ્રાફિક પોલીસ તહેવારની સિઝન આવતાજ ખૂણે ખૂણે ઊભી રહી ગઈ છે ? આમ પ્રજા તહેવારની ખરીદી કરવા માટે બજાર આવે છે ત્યારે ટ્રાફિક પોલીસ પ્રજાને જાણે લૂટવા બેઠી હોય તે રીતે દંડના નામે ઉઘરાણી કરવા લાગી છે તહેવારના સમયમાં શા માટે ટ્રાફિક પોલીસ આટલી એક્ટિવ થાય છે ? તે એક પ્રશ્ન છે શા માટે આમ પ્રજાને ટાર્ગેટ કરવામાં આવે છે ?

ટ્રાફિક નિયમને મોટા બતાવીને લોકો જો ચલણ ભરવા અંગે હા ના કરે તો વાહન ડિટેન કરવાનો ડર દેખાડી ચલણ ભરવાનું કહેવામા આવે છે જો મોરબી ટ્રાફિક પોલીસ ને ટ્રાફિક નિયમ થી જ કામ કરવું હોય તો પહેલા મોરબી પોલીસમાં કામ કરતાં પોલીસ કર્મચારીઓની કાર માં કાળા કાચ છે તો તેમની સામે શા માટે પગલાં લેવામાં આવતા નથી ? અને આમ પ્રજાને ફેન્સી નંબર પ્લેટ સામે ચલણ આપવામાં આવે છે જ્યારે પોલીસ કર્મચારીઓના બાઈક અને કારમાં ફેન્સી નંબર અથવા તો નંબર પ્લેટ જ નથી હોતી તેમજ પોલીસના અધિકારીઓ ત્રણ સવારી જતાં હોય ત્યારે આ ટ્રાફિકના નિયમો ક્યાં જાય છે ? મોઘવારીની માર સામે લડી  રહેલા લોકો ને હવે ટ્રાફિકના નિયમના નામે ખંખેરવામાં આવે છે

ટ્રાફિક નિયમ દરેક માટે અલગ હોય તે રીતે મોરબી ટ્રાફિક પોલીસ વર્તન કરી રહી છે બાઈક અને કાર ના નિયમ જાણે અલગ હોય તેવા બનાવો બની રહ્યા છે આ અંગે અધિકારીઓએ પ્રજાનું વિચારીને કામગીરી કરવામાં આવે તો પ્રજાને રાહત મળે.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here