રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત કેવડિયા ખાતે દ્વિ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ : મંત્રી સ્મૃતિ ઈરાની કરશે ઉદ્ઘાટન

0
264રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત કેવડિયા ખાતે દ્વિ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ : મંત્રી સ્મૃતિ ઈરાની કરશે ઉદ્ઘાટન

▪ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે

▪ તા. ૩૦ તથા ૩૧ ઓગસ્ટ-૨૦૨૧ દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સમાં વિવિધ મિશન આધારિત વિચાર વિમર્શ કરાશે

▪ મહાનુભાવોના હસ્તે ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાશે

રાજપીપળા : જુનેદ ખત્રી

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે આગામી તા. ૩૦ તથા ૩૧ ઓગસ્ટ-૨૦૨૧, બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીઓ, સચિવઓ ભાગ લઈ વિવિધ મિશન આધારિત વિચાર-વિમર્શ કરશે.

આ બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસ તા. ૩૦ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ વિવિધ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીઓ તથા સચિવઓ વિશ્વની ૧૮૨ મીટર સૌથી ઊંચી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. કોન્ફરન્સના બીજા દિવસ તા. ૩૧ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ મિશન પોષણ ૨.૦, મિશન વાત્સલ્ય તથા મિશન શક્તિ જેવાં વિવિધ વિષય પર પ્રેઝન્ટેશન કરાશે. તદુપરાંત કેવડિયા ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here