વાંકાનેર:તાલુકા પંચાયતમાં પટાવાળો બાપ જ દીકરાની નોકરી કરી ડબલ પગાર લેતો હોવાની લોકચર્ચા..

0
195

જેના હાથમાં એના મોઢામાં કહેવત સાર્થક કરતા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી…દીકરાની જગ્યાએ પટાવાળો બાપ તાલુકા વિકાસ અધિકારીની ગાડી ચલાવી ડબલ પગાર લેતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન..

વાંકાનેર: તાલુકા પંચાયતમાં પટ્ટાવાળા નોકરીની કરી દર મહિને પગાર લેતા પણ પરિવારનું ભરણપોષણ તેમજ ગુજરાન ન ચાલતું હોય પિતાએ જ દીકરાને તાલુકા વિકાસની ગાડી ચલાવવા કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરીએ રાખ્યા બાદ પોતે જ ગાડી ચલાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આજના આ કપરા સમયમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ નોકરી મેળવવી ખૂબ અઘરી છે ત્યારે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી કે રાજકીય વગ હોઈ એક વ્યક્તિ બે જગ્યા એ ફરજ બજાવી રહ્યા છે. આ વાત વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીની જાણમાં હોવા છતાં આજદિન સુધી આ બાબતે કોઈ પણ અધિકારીઓ કશું બોલ્યા નહિ એ પણ રસપ્રદ વાત રહી છે. ત્યારે હવે આ વાત બહાર આવતા જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી ડબલ નોકરી કરતા શખ્સને કોઈ સલાહ મસવારા આપે છે કે કેમ??


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here