સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તાર માં પથારા વાળાઓ ને બેસવાની મનાઈ કરતા હુકમથી વિવાદના એંધાણ

0
533સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસનો વિસ્તાર માં પથારા વાળાઓ ને બેસવાની મનાઈ કરતા હુકમથી વિવાદના એંધાણ

એક બાદ એક મોટા કાર્યક્રમો શરૂ થતાં VVIP ઓ ના કેવડિયા માં ધામા

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા SOUADTGA ઓથોરીટી-કેવડીયાના એકતા દ્વારથી ડેમ વ્યુ પોઇન્ટ – ૩ સુધીના મુખ્ય માર્ગ, ફૂટપાથ તથા બંને બાજુનો વિસ્તાર અને ડેમ વ્યુ પોઇન્ટ – ૩ થી ભુમલીયા ચોકડી (Zero Point) સુધીના સરક્યુલર માર્ગ તથા બંને બાજુનો વિસ્તાર તેમજ ગોરા બ્રીજ તથા ગોરા બ્રીજથી કેક્ટસ ગાર્ડન અને એકતા નર્સરી તરફ જવાના મુખ્ય માર્ગ તથા બંને બાજુના વિસ્તારને “નો પાર્કિંગ ઝોન (No Parking Zone)” જાહેર કરાયો છે તથા સદરહું વિસ્તારમાં પાથરણાવાળાઓને બેસવાની મનાઈ (No Hawking Zone) ફરમાવાઇ છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ પણ જણાવાયું છે ત્યારે સ્થાનિક આદિવાસીઓ અને તંત્ર વચ્ચે શાંત પડેલ વિવાદ ફરી વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here