ઝઘડિયાના રાયસીંગપુરા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોડતા માર્ગ પર નાળામા ટ્રંક ખાબકી..

0
225

ઝઘડિયાના રાયસીંગપુરા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોડતા માર્ગ પર નાળામા ટ્રંક ખાબકી..

 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા પાસે આવેલ એક નાળા માં રાત્રે બે વાગ્યા ની આસ-પાસ ટ્રંક RJ-20-GB-5686 અંકલેશ્વર થી રાજપીપલા તરફ જતી હતી ત્યારે રાયસગપુરા પાસે આવેલ નાળા ઉપર અચાનક ડાઇવરે સ્ટેરીગ પર થી કાબુ ગુમાવતા ટ્રંક સીધીનાળા માં ખાબકી હતી જેમાં ટ્રંક ના દ્રાઈવર નો આબાદ બચાવ થઈ હતો પરંતુ કન્ડકટર ને કમર તેમજ માથા ના ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેને નજીક ની હોસ્પિટલ મા લઈ જવાયો હતો..
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં થઈ જવા પામ્યો છે જેથી વાહનચાલકો ની કમર તોડી રહ્યો છે .જેમાં કેટલાક નાળા ની કામગીરી અધૂરી રાખી છે જેમાં નાળા ની ઉપર રીલીગ લાગવા માં આવે છે પરંતુ.કેટલાક નાળાઓ ઉપર કોઉ પણ જાતની રેલીગ લગાવામા આવી નથી જેના અહેવાલ થોડા દિવસો પહેલા મીડિયા મા પ્રસિદ્ધ કર્યા હતા ત્યાર બાદ તંત્ર દ્વારા નાળાની આજુ-બાજુ ખાલી પ્લાસ્ટિક ની પટ્ટી બાંધી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.જો તાકીદે આવા રેલીગ વગર ના નાળા ઉપર રેલીગ લગાવાની કામગીરી કરવામા આવે એવી લોકમાંગ ઉઠવાપામી છે..

 

ઈરફાન ખત્રી
રાજપારડી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here