મટકી ફોડની પરવાનગી ના મળતા સરકાર સામે વિરોધના બેનરો લાગ્યા

0
238

મોરબી : મટકી ફોડની પરવાનગી ના મળતા સરકાર સામે વિરોધના બેનરો લાગ્યા

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારી શરૂ કરી દીધી છે પણ સરકારના પરવાનગી ના મળતા ભક્તોમાં નિરાશા જોવા મળી છે રાજકિય મેળાને પરવાનગી મળી જાય છે પણ કૃષ્ણ જન્મોત્સવ જેવા ધાર્મિક ઉત્સવની પરવાનગી નથી મળતી આ અલગ અલગ નિયમના કારણે પ્રજા રોષ માં છે

મોરબી શહેરમાં મતકીફોડની પરવાનગી ના મળવાના કારણે સર્વે હિંદુ સંગઠન દ્વારા સરકાર વિરુદ્ધ બેનરો લગાવ્યા છે જેમાં લખ્યું છે કે “ક્યાં સુધી હિંદુ સમાજની લાગણી ને ઠેસ પહોંચાડશે આ સરકાર મટકી ફોડ નહીં તો વોટ નહીં.”, “કૃષ્ણ જન્મોત્સવ ને પાબંધી અને રાજકીય મેળાને મંજૂરી હયાત સરકાર તો મામા કંસ થી પણ વધારે.” આ લખાણ વાળા પોસ્ટરો મોરબી શહેર ના મધ્ય વિસ્તારોમાં લગાવામાં આવ્યા છે

અનેક મટકીફોડ મંડળીઓ જન્મોત્સવની ઉજવણી માટે ત્યારે કરી લીધી છે અને અનેક મંડળીઓ દ્વારા પ્રચાર માટે મોટા મોટા બેનરો પણ લગાવી દીધા છે હાલ સરકાર ના આ નિર્ણયનો ભક્તો વિરોધ કરી રહ્યા છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here