મહીસાગર સખી-વન સ્ટોપ સેન્ટરે ત્રણ માસથી પરિવારથી વિખુટી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

0
176આસીફ શેખ

મહિલાના પરિવારે સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓની સાચી સખી તે પ્રત્યે આભાર લાગણી વ્યક્ત કરી

લુણાવાડા,

સખી-વન સ્ટોપ સેન્ટર એટલે ગુજરાતની મહિલાઓ માટેની એક આગવી પહેલ. જ્યાં પીડિત મહિલા પોતાની દૂ:ખદ સમસ્યાઓના નિરાકરણ માટે પોતાના જીવનમાં ચાલતી સામાજિક-સાંસારિક સમસ્યાઓને દિલ ખોલી વ્યક્ત કરે છે અને તેથી આવેલ પીડિતા સાથે સાચી સખી, મિત્ર બહેનપણી, સંગી જેવુ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. માટે જ સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓની સાચી સખી છે.

તા.૨૬/૦૮/૨૦૨૧ ના રોજ રાત્રીના સમય ૧૨.૩૦ કલાકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવેલ. મહિલાને શાંતિથી બેસાડી ત્યારબાદ પૂછપરછ કરેલ પરંતુ તે નામ, સરનામું બતાવતા નહોતા. ત્યારબાદ મહિલાને આશ્રય આપવામાં આવેલ.

તા.૨૬/૦૮/૨૦૨૧ના સવારે મહિલાને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવેલ. ત્યારબાદ ચા-નાસ્તો આપવામાં આવેલ. મહિલા કઈ પણ બોલતા નહોતા.મહિલાનું વારંવાર કાઉન્સેલિંગ કરતાં તેમણે ગામનું નામ જણાવેલ ત્યારબાદ મહિલાને બપોરનું ભોજન આપવામાં આવેલ. મહિલા માનસિક અસ્વસ્થ હોવાથી સારવાર અને કાઉન્સેલિંગ માટે માનસિક વિભાગમાં જાણ કરેલ. મહિલાના ગામનું નામ વાંકડી સિવાય બીજું કઈ જણાવતા નહતા તેથી વાંકડી પોલીસ સ્ટેશન જમાદારના સંપર્ક થી ગામના આગેવાનનો સંપર્ક થતાં. આગેવાનોએ પરિવારને શોધી કાઢયો હતો. પીડિતના કુટુંબીજનોને તમામ વિગતો જણાવી. હાલ પીડિતાને લેવા આવે તેમ કોઈ હતું નહીં. અને તેઓનું ગામ અંતરિયાળ વિસ્તારમાં તથા તેમના કુટુંબમાં પીડિતના માતાનું મૃત્યુ થયે ચાર દિવસ જ થયેલ હોવાથી મહિલાના પિતા તથા તેમના ભાઈ સાથે વાતચીત કરી.

ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ કેન્દ્ર સંચાલક અને મલ્ટીવર્કર સાથે ગામ-વાંકડી, વેણા ચોકડી, તા.સંતરામપુર વિસ્તારમાં મહિલાનું પરિવાર સાથે મિલાપ કરાવ્યુ હતું.

મહિલાના વાલી પાસે થી તેમના પોતાના અને મહિલાના પુરાવા ની તપાસ આધારે તેઓ જ મહિલાના વાલી છે એની સાબિતી થતા તેમની ગુમ થયેલ દીકરી ને મહિલાના કુટુંબમાં તેમના પિતા , ભાઈ, કાકા તેમના બહેન તથા અન્ય કુટુંબી સભ્યોની હાજરીમાં પીડિત મહિલાને સહી સલામત પરિવારને સોપવામાં આવી હતી સાથે કુટુંબીજનોનું કાઉન્સેલીંગ કરેલ અને માનસિક સારવારની સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ. મહિલાના પરિવારે સખી વન સ્ટોપ સેન્ટર નો આભાર વ્યક્ત કરેલ. આમ ત્રણ માસથી વિખૂટી પડી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here