હાલોલ જીઆઈડીસી પાસે આવેલા ગોડાઉનમાથી લોંખડની પ્લેટોની ચોરી.

0
173

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ જીઆઇડીસી નજીક આવેલ રીંકી ચોકડી નજીક રેલવે ફાટક પાસે નવા બનતા ગોડાઉનમાંથી 45,600/-રૂ.ની કિંમતની 57 નંગ સેન્ટીંગની પ્લેટોની ચોરી થતા બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.પ્રાપ્ત થયેલ માહિતી મુજબ હાલોલ ના સાથરોટા ગામના ખારી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ વજેસિંહ રાઠવા સેન્ટીંગ કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે. ને હાલ તેઓ રિંકી ચોકડી નજીક રેલ્વે ફાટક પાસે નવા ગોડાઉન ના કન્સટ્રક્શન ની કામગીરી કરી રહ્યા છે. ત્યારે તેઓએ ગોડાઉનનો સ્લેબ ભરવા માટે ૩૦૦ લોખંડની પ્લેટોની જરૂર હોવાથી ને તેમની પાસે પ્લેટો ઓછી હોવાથી જીઆઇડીસી ના એક અન્ય કોન્ટ્રાક્ટર પાસેથી ૧૫૦ નંગ પ્લેટો ભાડેથી લાવી ને સ્લેબનું કામ પુરૂ કર્યું હતું. જે બાદ બુધવારના રોજ વહેલી સવારથી સેન્ટીંગ ખોલવાની કામગીરી પુરી કરીને સાંજે તેઓએ લોખંડની સેન્ટીંગની પ્લેટોનો થપ્પો ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં મજુરો પાસે મુકાવ્યો હતો, ને બધા ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ ગુરૂવારે સવારે ગોવિંદભાઈ સાઈટ પર પહોંચ્યા ત્યારે જે ખુલ્લી જગ્યામાં સેન્ટીંગની પ્લેટોનો થપ્પો મુકાવ્યો હતો, તે પ્લેટો આડાઅવળી પડી હોવાથી, તેમને શંકા જતા પ્લેટો ગણી જોતા તેમાંથી ૫૭ નંગ પ્લેટો ઓછી હોવાથી, તેઓએ આસપાસમાં તપાસ કરતા પ્લેટો નહી મળી આવતા સેન્ટિંગની પ્લેટોની ચોરી થઈ હોવાનું માલુમ પડતા બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ કરતા, પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ સેન્ટીંગની લોખંડની ૫૭ નંગ પ્લેટો જેની અંદાજીત કિંમત ૪૫,૬૦૦/- રૂ ને ચોરી થયા અંગેનો ગુનો નોંધી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here