કાલોલ તાલુકાના નિર્દોષ વિધાર્થીઓ બસની સુવિધા ક્યારે મળશે ? ગરીબ વાલીઓ બાળકોને નિશાળે મોકલવાનું ટાળી રહ્યા છે.

0
257

પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ તાલુકાના ખંડેવાળ, નેસડા,કરાડા,દુધવા ગામના લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દરરોજ ડેરોલ સ્ટેશન અને કાલોલની હાઈસ્કૂલમાં નિયમિત અપડાઉન કરે છે આ વિસ્તારમાં એસટી બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ગરીબ વાલીઓને ફરજિયાત પણે દૈનિક રૂપિયા 40 ખાનગી વાહનના ભાડા પેટે ખર્ચીને પોતાના બાળકને શાળાએ મોકલવાની ફરજ પડી રહી છે કેટલાક કિસ્સાઓમાં નાણાંના અભાવે વાલીઓ પોતાના બાળકને નિશાળે મોકલવાનું ટાળી રહ્યા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઇ રહી છે ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ જેમાં મોટે ભાગે છોકરીઓનું પ્રમાણ વધારે છે તેવા વિદ્યાર્થીઓ પૈકી નીતાબેન હસમુખભાઈ રાવળ દ્વારા તમામ વિદ્યાર્થીઓની સંયોગ કરાવીને જિલ્લા કલેકટર પંચમહાલ ને માર્ચ 2021 તથા તાજેતરમાં ઓગસ્ટ 2019 માં લેખિત રજૂઆત કરી પોતાના વિસ્તારમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરી હતી જે અરજી ની નકલ એસટી વિભાગ ગોધરા તથા હાલોલ અને કાલોલના ધારાસભ્ય અને સંબંધિત શાળાના આચાર્યોને પણ મોકલી આપી હતી પરંતુ બેટી બચાવો બેટી પઢાવો ના સુત્રો પોકારતી સરકારના સંવેદનશીલ અધિકારીઓ દ્વારા હજુ સુધી આ નિર્દોષ વિદ્યાર્થીઓનો અવાજ પહોંચ્યો નથી જે ખરેખર દુઃખદ બાબત છે વધુમાં પંચમહાલ જીલ્લો કે જ્યાં જિલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા પોલીસ વડા, કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને કાલોલના ધારાસભ્ય તરીકે નામાંકિત મહિલાઓ પદભાર સંભાળી રહી છે ઉપરાંત સમગ્ર કાલોલ તાલુકામાં પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુઘી ભાજપ ની સરકાર હોય અને નાગરિકોએ ખોબે ખોબા ભરીને મત આપ્યા છે ત્યારે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષથી એસટી બસની સુવિધા પ્રાપ્ત નથી તેવા સંજોગોમાં તંત્ર દ્વારા વહેલી તકે નિર્દોષ વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તેવા હેતુથી એસટી સુવિધા શરૂ કરવાની માંગ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here