ડેડીયાપાડા ના ખૈડીપાડા ગામે ખેડૂત સંમેલન યોજાયું !

0
250તાહિર મેમણ – ડેડીયાપાડા -ડેડીયાપાડા વિસ્તારના ખેડૂતો ની સમસ્યાઓ અને તેના નિવારણ માટે ની ચર્ચા કરવા ખૈડીપાડા મુકામે ખેડૂત શિબિર નું અયોજન થયું .

જેમાં હાલ ના નીચે મુજબ ના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ચીકદા અને ખૈડીપાડા સબસ્ટેશનો માંથી મળતી ખેતીવાડી લાઈટ નો શિડયુલ્ડ બદલવા બાબતે કરેલ રજુઆતો ની સમીક્ષા તેમજ નવું આયોજન.
🍀આવનાર સમયમાં કાયમી ધોરણે ખેતીવાડી લાઈટ દિવસે ઉપલબ્ધ થાય તેના માટે જરૂરી ચીકદા અને ખૈડીપાડા વચ્ચે નવા સબસ્ટેશન ની જગ્યા બાબતે ચર્ચા.
🍀હાલમાં મળતી અનિયમિત ખેતીવાડી લાઈટ ની સમસ્યા પર ચર્ચા.
🍀આવનાર સમય માં આપણા વિસ્તારમાં સિંચાઈ ની સગવડ ઉભી થાય તે મુદ્દે ચર્ચા.
🍀ખાતર મેળવવા હાલમાં જે સમય અને નાણાં નો વ્યય થાય છે તે અટકાવવા , આવનાર સમયમાં આપણા નજીકના વિસ્તારમાં ખાતર ના ડેપો માટે ની શક્યતાઓ માટે ચર્ચા.
🍀આપણા વિસ્તારના શાકભાજી તેમજ તરબૂચના ઉત્પાદન કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે માટે માર્કેટીંગ ચેન ઉભી થાય તે બાબતે ચર્ચા .
🍀આપણા દરેક કુટુંબમાં ગેરસમજને કારણે જમીન ને લગતા વિવાદો વર્ષોથી ચાલી રહેલ છે તેવા જમીનને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

.
🍀આ પ્રસંગે સુમનભાઈ વસાવા 【 ખેડૂત અગ્રણી 】
◆ માનસિંગભાઈ વસાવા 【Ret. Deputy collector 】
◆ ફતેસિંગભાઈ વસાવા 【 Ret. RFO 】તેમજ સામાજિક આગેવાનો સોનજીભાઈ વસાવા જાનકી આશ્રમ ,
હરિસિંગભાઈ વસાવા ,એડવોકેટ તેમજ નિવૃત્ત કર્મચારીઓ, તાલુકાના સરપંચશ્રીઓ, ખેડૂત અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ, તેમજ આજુબાજુ વિસ્તારના ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here