માલપુરના જાલમખાંટના મુવાડાના એક પુરૂષ પર અંગત અદાવતમાં લાકડીઓના ઘા ઝીંકાયા

0
218


અહેવાલ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામના ૩૦ વર્ષિય પુરુષ પર લાકડીઓ ના ઘા ઝીંકી જીવલેણ ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાની માલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વધુ પ્રાપ્ત માહિતી મુજબ, જર, જમીન ને જોરૂ આ ત્રણ કજીયાના છોરૂ’એ ન્યાયે માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે રસ્તાના મુદ્દે ખેતરમાંથી ઘાસ લઈને આવી રહેલા ૩૦ વર્ષીય પુરૂષ પર તેમનાજ ગામના વ્યક્તિઓએ એકલતાનો લાભ લઈ અંગત અદાવતમાં તકરાર ઉભી હુમલો કરવામાં આવ્યો હતો. તકરારમાં લાકડીઓથી મરણતોલ ઘા ઝીંકવામાં આવતાં ફરીયાદીને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચતાં જસવંતભાઈ પૂજાભાઈ ખાંટ ની તબિયત લથડતા મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જસવંતભાઈ ખાંટે માલપુર પોલીસ સ્ટેશનમાં તેમના ગામના જ હુમલાખોર રૂમાલભાઈ સાલુભાઈ ખાંટ સામે ફરિયાદ નોંધાવતાં માલપુર પોલીસે ઇપીકો ૩૨૩,૫૦૪,૪૨૭,૫૦૮(૨) મુજબ ગુનો દાખલ કર્યો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here