માળીયાના બાર ગામના ખેડૂતો પાણીની માંગ સાથે રેલી કાઢી

0
177

 

રિપોર્ટ ઈશાક પલેજા

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના બાર ગામના ખેડૂતો ઉગ્ર આંદોલન તરફ વડીયા ત્યારે માળિયા-મિયાણાના જુના ઘાટીલા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા જુદા જુદા સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન ના બેનરો હાથમાં લઈને ઢોલ નગારા સાથે રેલી કાઢવામાં આવી હતી ત્યારે ભાજપ સરકાર વિરુદ્ધ માળીયા ના જુના ઘાટીલા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા માળીયા બ્રાન્ચ કેનાલમાં ખેડૂત સુધી પાણી પહોંચે તે માટે થઈને જુના ઘાટીલા ગામે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું જય જવાન જય કિસાન ના નારાઓ સાથે સરકાર વિરુદ્ધ ના સુત્રો સાથે હાથમાં બેનરો લઇ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે સરકારની મીલીભગત સામે અધિકારીઓ હાથ બાંધી દેવામાં આવ્યા હોય તેમ અધિકારીઓ પણ નજરે આવતા ત્યારે ખેડૂતો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જ્યારે વોટ માટે ભાજપના નેતા વોટીંગ વખતે તો અનેક વચનો આપતા હોય છે અને બહુ મોટા મોટા બણગા ફેકતા હોય છે ત્યારે માળીયા તાલુકાના ખેડૂતો પાણી ના પ્રશ્નને લઈને ભાજપના નેતાઓ આગળ પાણીની માંગણી કરતા હોય ત્યારે માત્ર માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે જે પોતાના મોંઘામૂલા મોલ મૂરઝાઇ રહ્યા હોય ત્યારે માળીયા તાલુકાના ખેડૂતોના આક્રોશ થી માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી આવશે કે પછી સરકાર ભરનિંદરમાં સુતી રહેશે કે પછી નિંદરમાંથી જાગી પ્રજાહિત કાર્ય કરી ખેડૂતોના મોંઘામૂલા મોલ ને જીવન દાન આપી ખેડૂતોને ખુશ કરશે તે તો આગામી દિવસો જ બતાવશે

 

ખેડૂતોના આંદોલન મામલે ખેડૂત આગેવાન જણાવે છે કે પાણીની જરૂર સમયે પાણી મળતું નથી જેથી નાછૂટકે આંદોલન કરવું પડ્યું છે ચૂંટણી સમયે ખેડૂતોને વચન આપે છે પણ હાલ ખેડૂતો ફોન કરે તો નેતાઓ ફોન ઉપાડતા નથી અને વાત થાય તો પણ સાચા ખોટા જવાબો આપીને પોતાની જવાબદારી ખંખેરી લે છે ખેડૂતોની સ્થિતિ નબળી થઇ ગઈ છે અને આગામી સમયમાં જે ધિરાણ ભરવાનું થાય તે ભરી શકવા પણ સક્ષમ નથી તો ખેડૂત જણાવે છે કે ૨૦ દિવસથી પાણી માટે માંગ કરે છે ધ્રાંગધ્રા તરફ પાણીના બગાડને પગલે પાણી મળતું નથી જે મામલે જીલ્લા કલેકટર, મામલતદાર અને નર્મદા નિગમને ર્જૌઅત કરવા છતાં પાણી મળતું નથી તંત્રની મિલીભગતથી પાણી ચોરી થાય છે જેથી માળિયામાં પાણી મળતું નથી ૪ દિવસ પ્રતિક ઉપવાસ કરશે અને બાદમાં આગળની રણનીતિ તૈયાર કરાશે તેમ જણાવ્યું હતું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here