હાલોલ:- અરેરે….યૂવાન સંતાનો ધરાવતા પરણિત પ્રેમીપંખીડાઓનુ પાવાગઢના જંગલમાં વિષપાન

0
212

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

વડોદરા જિલ્લાના કરજણ ખાતે સોના નગર સોસાયટીમાં રહેતી ૪૧ વર્ષીય બે સંતાનોની માતાએ પોતાના પડોશમાં રહેતા પરણીત ૪૦ વર્ષીય પ્રેમી સાથે પાવાગઢના ડુંગર પર આવેલ મકાઈ કોઠાર ના જંગલમાં આવી બંન્ને પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પી લઇ જીવન લીલા ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી બનાવ અંગેની જાણ થતા પાવાગઢ પોલીસે બન્ને પરણીત પ્રેમી યુગલના મૃતદેહોનો કબજો મેળવી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો જ્યારે બનાવ અંગે પાવાગઢ પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી હતી.સમગ્ર બનાવની મળતી વિગતો પ્રમાણે વડોદરા જિલ્લાના કરજણ ગામે સોના નગર સોસાયટીના મકાન નંબર 60 માં રહેતા પરિણીત ૪૧ વર્ષીય કૈલાસબેન ઘનશ્યામભાઈ ભટ્ટ પોતાના પતિ ઘનશ્યામભાઈ તેમજ પોતાના 25 વર્ષીય પુત્ર તુષારકુમાર સાથે રહેતા હતા જેમાં તેઓની પુત્રી દામિનીબેનના લગ્ન જંબુસર ખાતે કરેલ હોય તેઓની પુત્રી પોતાની સાસરીમાં રહેતી હતી જ્યારે કૈલાસબેન પોર ખાતે આવેલ એક પ્લાસ્ટિક કંપની માં વર્કર તરીકે કામ કરતા હતા જેમાં છેલ્લા પંદર દિવસથી તેઓ કંપનીમાં રજા રાખી ઘરે હતા જેમાં ગત તારીખ 26/8/ 2021ના રોજ કૈલાસબેન પોતાના પતિ ઘનશ્યામભાઈને સવારે 8 વાગે હું નોકરી પર જાઉં છું તેમ કહી નીકળ્યા હતા પરંતુ મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા તેઓના પૂત્ર તુષારે તેમના મોબાઈલ પર રીંગ મારી હતી જેમાં તેઓના મોબાઈલ પર રીંગ વાગતી હતી પરંતુ તેઓ ફોન ન ઉપાડતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જ્યારે આ જ સમય દરમ્યાન સોનાનગર સોસાયટીમાં તેમના પાડોશમાં મકાન નંબર 63માં રહેતા અને કૈલાશબેન સાથે પ્રેમ સંબંધ ધરાવતા 40 વર્ષીય અરવિંદ વાળંદની પુત્રી નિશાબેને તેમના ઘરે આવીને જણાવ્યું હતું કે તેમના પિતા અરવિંદભાઈ પણ સવારના સુમારે પાલેજ ખાતે વાળ કાપવાની દુકાને જાઉં છેતેમ કહી નીકળ્યા હતા જે પણ હજુ સુધી પરત આવેલ નથી જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેઓની શોધખોળ લાગ્યા હતા જેમાં કૈલાસબેનના પતિ ઘનશ્યામભાઈ પુત્ર તુષાર કુમાર પુત્રી દામિની બેન અને તેઓના પતિ યાત્રાધામ પાવાગઢ ખાતે કૈલાસબેનને શોધવા માટે આવ્યા હતા જ્યાં શોધખોળ દરમ્યાન પાવાગઢ ડુંગર પર આવેલ મકાઈ કોઠારના જંગલમાં કૈલાસબેન તેમજ અરવિંદભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા જયાં બન્ને પ્રેમી યુગલના મૃતદેહ એકબીજાની પાસે પડ્યા હતા અને તેઓની નજીક એક ઝેરની દવાની બોટલ પડેલ હતી જેમાં બન્ને પ્રેમી યુગલે ઝેરી દવા પી લઇ પોતાની જીવનલીલા ટૂંકાવી લીધું હોવાનું જણાતા પરિવારજનો બંન્નેના મૃતદેહને જોઈને આઘાતમાં સરી પડયા હતા અને બનાવ અંગે તાત્કાલિક પાવાગઢ પોલીસને જાણ કરી હતી જેમાં પાવાગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્નેના પરિણીત પ્રેમી યુગલના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો જ્યારે બનાવ અંગે પાવાગઢ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે હાલોલ સહિત કરજણ પંથકમાં પરણીત પુરૂષ અને પરિણીત એવી બે સંતાનોની માતા એ પોતાના પ્રેમ ખાતર બન્ને પ્રેમી યુગલે ઝેરી દવા પી લઇ જીવન ટૂંકાવી લીધા હોવાની વાત વહેતી થતા ચકચાર મચી જવા પામી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here