આહવા: તીન પતિનો જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ

0
265

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની એલ.સી.બી અને આહવા પોલીસની ટીમે પૈસા વડે તીન પતીનો જુગાર રમી રહેલ 12 જુગારીયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે….

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં જન્માષ્ટમીનાં તહેવારનાં પગલે પ્રોહીબિશનને અટકાવવા માટે ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની આહવા એલ.સી.બી તથા આહવા પોલીસ મથકની ટીમોએ તેઓનાં હદ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. તે દરમ્યાન પોલીસની ટીમોને આહવા તાલુકાનાં કોટબા ગામે તથા સુબિર તાલુકાનાં સાતબાબલા ગામ નજીક અમુક ઈસમો પૈસા વડે તીન પતીનો જુગાર રમી રહ્યાની બાતમી મળી હતી.અહી બન્ને સ્થળોએ પોલીસની ટીમોએ રેડ કરતા કોટબા ગામે 3 જેટલા ઈસમો તથા સુબિર તાલુકાનાં સાતબાબલા ગામ નજીકનાં જાહેર રસ્તા નજીકનાં ઓટલા પર   9 જેટલા ઈસમો પૈસા વડે તીન પતીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.અહી સ્થળ પરથી ચાર જેટલા ઈસમો નાસી છૂટ્યા હતા.હાલમાં ડાંગ જિલ્લા પોલીસની ટીમોએ આ બન્ને સ્થળોએથી જુગારીયાઓ પાસેથી 16,330નો રોકડ રકમનો મુદામાલ કબજો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જુગારીયાઓમાં અવિનાશ શાંતારામ ભોયે,ગણેશ લાશુભાઈ ગાવીત,જીતેશભાઈ દેવરામભાઈ ઠાકરે આ તમામ.રે.કોટબા તા.આહવા,રમેશભાઈ દામુભાઈ માહલા રે.પોળસમાળ તા.સુબિર,શૈલેશ યશવંત માળવીશ, સીતારામ જાનુ બાગુલ,ગણેશ જીતુભાઇ દેસાઈ,સુભાષ ઉલસ્યા વાઘમારે આ તમામ રે.સાતબાબલા તા.સુબિરનાઓને રંગે હાથ ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે નાસી છુટેલ ચાર ઈસમો પૈકી પુનયાભાઈ રામાભાઈ રે.કડમાળ તા.સુબિર ,દિનેશભાઇ જીતુભાઇ દેસાઈ રે સાતબાબલા સુબિર,ભાયલુભાઈ રામાભાઈ,અશ્વિનભાઈ રામાભાઈ બન્ને રે.પોળસમાળ તા.સુબિરનાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તજવીજ હાથ ધરી હતી..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here