નર્મદા જિલ્લામાં કાર્યરત નિર્ભયા સ્કોડ દ્વારા સાયબર ક્રાઈમ અંગે લોકજાગૃતિ ફેલાવવા બીડું ઝડપ્યું

0
242

નર્મદા જિલ્લામાં કાર્યરત નિર્ભયા સ્કોડ દ્વારા સાયબર ક્રાઈમ અંગે લોકજાગૃતિ ફેલાવવા બીડું ઝડપ્યું

રાજપીપળા : જુનેદ ખત્રી

જિલ્લા નર્મદામાં સાયબર ક્રાઇમના અવારનવાર બનાવ બની રહ્યા છે જેને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક નર્મદા હિંમકર સિંહ લોકોને આ બાબતે સાવચેતી રાખવા માટે અને લોકોને સમજ આપવા માટે નિર્ભયા સ્કોડ ને જવાબદારી સોંપવામાં આવી છે

ઘણીવાર મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબરો ઉપરથી મેસેજ તથા ફોન આવે છે કે તમને લકી ડ્રો લાગ્યો છે અમુક પૈસા ભરો તમને ડબલ પૈસા મળશે તથા ગાડીઓ મોટરસાયકલ જેવા અનેક લોભામણી સ્કીમ આપવામાં આવે છે ખરેખર આવું કંઈજ હોતું નથી લોકો એવા લોભામણી સ્કીમમાં માં પડી લાલચ માં આવી મોબાઇલ ઉપરથી બેંક ખાતાની તમામ માહિતી આપી દેતા હોઇ છે તરત જ આ ચોર તત્વો ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી દેતા હોય છે ખાતું ખાલી થઈ જાતું હોય છે

આવી લોભ લાલચ માં લોકો આવે નહીં તેમજ પોતાના પરસેવાની કમાઈ ગુમાવે નહીં જે માટે લોક જાગૃતિ માટે નર્મદા જિલ્લાના ગામે ગામ જઈ લોકોને માહિતગાર કરવા નર્મદા પોલીસ ની નિર્ભયા સ્ક્વોડ દ્વારા બીડું ઉપાડ્યું છે જેથી

નર્મદા જિલ્લાની નિર્ભયા સ્ક્વોડ ના પી.એસ.આઈ પોતાની ટિમ સાથે ગામે ગામ ફરી લોકોને આ બાબતે સજાગ કરી અનુરોધ કરી રહ્યા છે કે આવા કોઈપણ સ્કીમમાં પડવું નહીં તમારા ફોન ઉપર આવો કોઈ મેસેજ કે કોઈ ફોન આવે તરત જ 100 નંબર ઉપર જાણ કરવી અને કોઈ એ ફોન ઉપર કોઈ માહિતી આપવો નહીં બેંક અથવા તો કોઈપણ સરકારી કચેરી તમારા કોઈપણ માહિતી ફોન ઉપર પૂછતી નથી જેથી ફોન ઉપરથી કોઈને પાનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,બેંક પાસબુક નંબર એટીએમ કાર્ડ નંબર ઓટીપી નંબર કોઇ પણ સંજોગમાં કોઈને બતાવવું નહીં જે ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here