મોરબી : જુગારધામ બાબતે ભાજપના નેતાએ પોલીસ સાથે સાંઠગાંઠ કરી  ???

0
290

નવ દિવસ થયા પણ બે આરોપીને ઝડપવામાં નિષ્ફળ પોલીસ ?

હડમતીયા જુગારધામ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની ગ્યો આટલા દિવસ થયા છતાં જુગાર રમતા બે લોકોને ઝડપવામાં આવ્યા નથી તે બાબતે લોકો અનેક પ્રશ્નો કરી રહ્યા છે આ અંગે હાલ લોકમુખે ભાજપએનએ નેતાનું નામ ચર્ચાય રહ્યું છે ભાજપ નેતાઓ લોક સેવા મૂકીને જુગારીઓને ભચાવા પડી ગઈ છે ત્યારે નેતાઓને પોલીસ પણ સહયોગ આપી રહી છે ? તેવું લાગી રહ્યું છે આટલા દિવસ થયા જુગાર ના આરોપીને પકડવામાં વાર નાજ લાગે પણ ભાજપના નેતાની રહેમ હેઠળ આ કેશને પૂરું કરવાની ભલામણ થઈ ગઈ છે તેવું હાલ લોકમુખે ચર્ચાય રહ્યું છે

ગત તારીખ ૨૦-૮-૨૦૨૧ ના રોજ ટંકારા તાલુકના હડમતિયા ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસની ટીમે કેનાલ પાસે મોડી સાંજના સમયે દરોડો પાડતા જુગાર રમતા ત્રણ શ્ખ્સોને પોલીસ ઝડપી લીધા હતા તેની પાસેથી રૂપિયા ૨૩,૯૦૦ ની રોકડ પણ કબજો કરી હતી તો જુગાર  રમી રહેલા દિલીપભાઇ મહાદેવભાઈ કામરીયા અને દર્શનભાઈ હરકાંતભાઈ વામજા બને શખ્સોએ સ્થળ પર થી નાસી ગયા હતા નાસી ગયેલ આરોપીઓને આજ દિન સુધી ટંકારા પોલીસ પકડી શકી નથી

જુગાર જેવા કેસના આરોપીને પકડવામાં નિષ્ફળ પોલીસ બીજા અન્ય ગુના કરનાર આરોપી સામે પગલાં લઈ શકશે ખરા ? પોલીસ ૯ દિવસથી શું કરી રહી છે તે એક પ્રશ્ન છે જુગારના આરોપીને પકડવામાં આટલી બેદરકારી શા માટે ? કે પછી કોઈ વગ ના કારણે આ બાબતે રફેદફે કરી નાખવામાં આવી છે ?


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here