હાલોલમા જવેલર્સની દૂકાનના નોકરે જ દાગીના વેચી દેતા નોંધાઇ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ,

0
246

પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

તાજેતરમાં વડોદરાના એક જ્વેલર્સ ના શોરૂમ કર્મચારી દ્વારા થયેલ ચોરી નું પુનરાવર્તન હાલોલ નગરમાં થવા પામ્યું છે.હાલોલ ચોકસી બજારમાં જ્વેલર્સ ની દુકાનમાં કામ કરતા કર્મચારી એજ દુકાન માલિક ના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી અન્ય બે ઇસમોને વેચી મારતા દુકાન માલિક ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલના ચોકસી બજારમાં દિયા જ્વેલર્સ ના માલીક સુભાષચંદ્ર વલ્લભદાસ સોની.રહે,ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, હાલોલના ની દુકાનમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકર તરીકે કામ કરતા તુષારભાઈ પંકજભાઈ પરમાર રહે. ત્રિકમપુરા તા. હાલોલ નાઓ છેલ્લા એક વર્ષથી દુકાન માલિક ની ગેરહાજરી માં દુકાનમાંથી સોના અને ચાંદીના ઘરેણાની ચોરી કરી અન્ય ઇસમોને વેચી મારતો હોવાની જાણ થતા દુકાન માલિકે તેના નોકર તુષાર પરમારની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી તમારી ગેરહાજરી માં દુકાન માં રહેલો સોના અને ચાંદીના ઘરેણા રૂ.૧,૭૨,૦૦૦/- ની ચોરી કરી રાજા સન્ની કંડોઈ, રહે. ગીતાનગર, વડોદરા હાલોલ તથા હર્ષ ઉર્ફે ગટો ઉપેન્દ્ર સોની. રહે ટાવર પાસે હાલોલ ના ઓ ને રૂપિયા ૧,૭૨,૦૦૦/- માલ વેચી દીધો હોવાનું જણાવતા દુકાન માલિક હિમાંશુ સુભાષચંદ્ર સોની હાલોલ ના એ પોલીસ મથકે તુષાર પરમાર, તથા  ચોરીનો માલ હોવાની જાણ હોવા છતાં સોના-ચાંદીના ઘરેણા વેચાતા લેનાર રાજા સન્ની કંદોઈ, હર્ષ ઉર્ફે ગટો સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here