કડાકા ભડાકા સાથે 1 કલાકમાં સાડા 3 ઇંચ વરસાદ

0
228

વડોદરામાં શ્રાવણના સરવડા અને ભાદરવો ભરપૂરના એંધાણ આપતા મેઘરાજા મોડી રાત્રે શહેરમાં મન મૂકીને વરસ્યા હતા. કૃષ્ણ જન્મોત્સવની પૂર્વ રાત્રે પ્રચંડ ગાજવીજ સાથે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ (88 મિ.મિ.) ઉપરાંત વરસાદ વરસ્યો હતો. અમીતનગર શિવાશિષ સોસાયટીના એક મકાન ઉપર લગાવેલા સોલાર રૂફટોપના મિટરમાં વીજળી પડતા બળીને ખાક થઇ ગયો હતું. જોકે, કોઇ જાનહાનિ થઇ નથી. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પણ 2 મિ.મી.થી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષામાંથી મળ્યા હતા. લાંબા સમયના વિરામ બાદ અને અસહ્ય ઉકળાટ બાદ વરસેલા વરસાદથી શહેર-જિલ્લા વાસીઓએ રાહત અનુભવી હતી.

દુષ્કાળના એંધાણ વચ્ચે મોડી રાત્રે શહેરમાં પ્રચંડ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મધરાત્રે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં એક કલાકમાં 3 ઇંચ (88 મિ.મી.) ઉપરાંત વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. પ્રચંડ ગાજવીજ સાથે થયેલા ભારે વરસાદને પગલે મધરાતની મીઠી નિંદર માણી રહેલા લોકો પણ વીજળીના પ્રચંડ કડાકા સાંભળી પથારીમાંથી સફાળા ઉભા થઇ ગયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here