મગરદેવ થી રૂ 157670 ના મુદ્દામાલ સાથે 5 જુગારીયાવો ને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલિસ.

0
205

તાહિર મેમણ -ડેડીયાપાડા : ડેડીયાપાડા વિસ્તારમાં અસામાજીક પ્રવૃતીઓ પર અંકુશ મેળવી અસામાજીક પ્રવુતીઓ નેસ્ત નાબુદ કરવા માટે શ્રી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ચૌધરી દેડીયાપાડા ના ઓના સીધા માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પો.સ્ટે.ના પો.સ.ઇ. એચ.વી.તડવી તથા પો.સ.ઇ.એ.એન.પરમાર નાઓ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્યાન અ.હે.કો.આનંદભાઇ ગુલાબસીગભાઇ બ.નં.૫૧૭ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, મગરદેવ ગામની સીમમાં જંગલ ઝાડીમાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા વડે પાના પત્તાનો હારજીતનો શ્રાવણીયો જુગાર રમી રમાડે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા 5 જુગારીયાવો નાઓ મોજ-મગરદેવ ગામની સીમમાં આવેલ જંગલ ઝાડીમાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પૈસા વડે પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રમાડતા કુલ રૂ 157670 ના મુદામાલ સાથ ઝડપાય ગયા હતા.

ઝડપાયેલ જુગરીયાવો

(૧) હસમુખભાઈ મંછીભાઇ વસાવા ઉ.વ.આ.૪૩ રહે.મગદેવ ભગત ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૨) સુરેશભાઇ અમરસીંગભાઇ વસાવા ઉ.વ.આ.૨૮ રહે.મગરદેવ નિશાળ ફળીયું તા. દેડીયાપાડા જી-નર્મદા તથા (૩) રણજીતભાઇ ગંભીરભાઇ વસાવા ઉ.વ.આ.૩૫ રહે.ચુલી નિશાળ ફળીયું તા. દેડીયાપાડા જી.નર્મદા તથા (૪) સંજયભાઇ ગુલાભાઇ વસાવા ઉ.વ.આ. ૨૭ રહે.ગાડીત ઉપલુ ફળીયું તા.નાંદોદ જી.નર્મદા તથા (૫) મહેન્દ્રભાઇ જયંતિભાઇ વસાવા ઉ.વ.આ.૨૭ રહે.આમલી નિશાળ ફળીયું તા.નાંદોદ જી.નર્મદા

ફરાર જુગારીયાવો.

(૬) હરેશભાઇ ગોમાભાઇ વસાવા રહેમગરદેવ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૭) પરેશભાઇ હરીસીગભાઇ વસાવા રહે.મગરદેવ તાદેડીયાપાડા જી-નર્મદા તથા (૮) મહેશભાઇ ઉક્કડભાઇ વસાવા રહે.મગરદેવ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૯) મુકેશભાઇ પાંચીયાભાઇ વસાવા રહે.મગદરેવ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૧૦) ફુલસીંગભાઇ ગેલાભાઇ વસાવા રહે.ગાડીત તા.નાંદોદ જી.નર્મદા તથા (૧૧) ઉમેશભાઇ રૂપસીગભાઇ વસાવા રહે. યુલી તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૧૨) ગણપતભાઇ રમણભાઇ વસાવા રહે. યુલી તા.દેડીયાપાડા જી.નર્મદા ના ઓ નાશી જઇ ગુનો કરેલ હોય તેઓના વિરૂધ્ધ જુ.ધા.ક.૧૨ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here