ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટી અને PHC રાજપારડી ના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

0
215

દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજી વેક્સીન લે એવી અપીલ :- સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટી અને PHC રાજપારડી ના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ૧૯૦ થી વધુ લોકોએ રસીકરણનો લાભ લીધો હતો.

લોકોમાં રસીને લઇ ગેરસમજ દૂર થાય તે હેતુથી ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૂફી સંત મુસ્તાક અલી બાવા સાહેબ દ્વારા રસીકરણ કેમ્પ ની સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટી દ્વારા અલગ અલગ વિસ્તારો માં કેમ્પ યોજાતા રહ્યા જેમાં અત્યાર સુધી 18 હજાર થી વધુ લોકોએ વેક્સીનેસન નો લાભાર્થીઓને લાભ લીધો અને ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટી દ્વારા કેમ્પ નું આયોજન ચાલુ છે જેમાં ગઈ કાલે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપારડી ના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટી દ્વારા પણ આવા વેક્સિનેશન ના કેમ્પ યોજવામાં આવી રહ્યા છે હાલ કોરોના મહામારીનો ત્રીજી લહેરની શક્યતાઓ વધી રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ હેતુથી રસીકરણ કાર્યક્રમ આયોજિત થઇ રહ્યા છે. આયોજિત રસીકરણ કાર્યક્રમ માં ૧૯૦ થી વધુ લોકો અને તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો રસીકરણ માટે ઉમટી પડયા હતા.આયોજિત કાર્યક્રમમાં અંતરિયાળ વિસ્તારમા શિક્ષણ શેત્રે જાગૃતા લાવનાર કલ્લા શરીફ ગામે રહેતા ધર્મગુરુ સૂફી એ મિલ્લત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ અને ખલીફા એ સૂફી એ મિલ્લત સૈયદ વાહીદ અલી બાવા સાહેબ ના માર્ગ દર્શન હેઠળ યોજ્યો હતો વધુ માં ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વાહીદ અલી બાવા સાહેબે પણ રસીકરણ બાબતે લોકોને જાગૃતિ દાખવવા ખાસ અપીલ કરી હતી.અને આ કાર્યક્રમ માં ભોપતસિંહ કેસરોલા, પિયુષ ભાઈ પટેલ, દિલાવર પટેલ, સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટી રાજપારડી ના યુવાનો એ ખડેપગે હાજર રહી સફળ બનાવ્યો હતો અંતે ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટી દ્વારા રાજપારડી PHC સ્ટાફ નો તેમજ આમન્ત્રિત મેહમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો

ઈરફાન ખત્રી
રાજપારડી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here