ડેડીયાપાડા ના કુંડીઆંબા ગામેથી 16 જુગારીયાવોને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલિસ :

0
193તાહિર મેમણ – ડેડીયાપાડા : તારીખ ૩૧ ઓગષ્ટ મંગળવારના રોજ ડેડીયાપાડા પોલીસ ને પત્તાં પાના વડે હાર જીતનો જુગાર રમતા હોવાની ખાનગી બાતમી મળતા પોલીસ એક્શન મોડમાં આવી તાત્કાલિક સ્થળ પર પોહચીને તમામ જુગારીયાઓને દબોચી લીધા હતા, જેમાં કૂંડીઆબા ગામના


નિખિલ રઘુભાઈ વસાવા,અશ્વિન શંકર વસાવા,પારસિંગ દેવજી વસાવા,હેમંત શાંતીલાલ વસાવા,જશવંત મુસાભાઈ પટેલ,કિરણ જગદીશ વસાવા,જીગ્નેશ જયંતિ વસાવા,વિરેશ સંજય વસાવા,રણછોડ નિમ્બા વસાવા, વિરલ રાજેશ વસાવા,સાવન મનહર વસાવા,રોનક સંજય વસાવા,નીતિન સુમન વસાવા,સુનિલ ધર્મેન્દ્ર વસાવા, વિશાલ સુરેશ વસાવા, તથા પીપલાં કંકાલાના રાકેશ મોજીયા વસાવા આ તમામ ની અંગ ઝડતી કરતા ૧૪,૨૮૦/- તેમજ દાવ ઉપર થી રોકડ રકમ ૨,૪૪૦/- તેમજ ગંજી પત્તાં પાના મળી કુલ રૂપિયા ૧૬,૭૨૦/- ના મુદ્દામાલ સાથે તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ બી મુજબ પોલીસે ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.

The post ડેડીયાપાડા ના કુંડીઆંબા ગામેથી 16 જુગારીયાવોને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલિસ : appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here