તિલકવાડા નગરમાં કોવિડ ની ગાઈડલાઈન મુજબ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી

0
196

 

તિલકવાડા નગરમાં કોવિડ ની ગાઈડલાઈન મુજબ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર વસીમ મેમણ તિલકવાડા

જન્માષ્ટમીના પવિત્ર ત્યોહાર હોય જે માટે તિલકવડા નગરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી કોરોનાની મહામારી ને કારણે તિલકવાડા નગરના મંદિરોમાં કોવિડ ની ગાઇડલાઇન સાથે દર્શન કરવાની સુવિધા કરવામાં આવી હતી દિવસ દરમિયાન તિલકવાડા નગરના રામજી મંદિર વિઠ્ઠલનાથ મંદિર દ્વારિકાધીસ મંદિર નર્મદા મંદિર સહિત વિવિધ મંદિરોમાં કોવિડની ગાઈડ લાઈન સાથે દર્શનની સુવિધા કરવામાં આવી હતી

અને રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ના દર્શન નો ભાવી ભકતોએ લાભ ઉઠાવયા ની સાથે હાથી ઘોડા પાલકી જઇ કન્હૈયા લાલકી ના નાદ થિ સમગ્ર તિલકવાડા નગર ગુંજી ઉઠ્યું હતું

આ જન્માષ્ટમી ની ઉજવણી કરતા તિલકવાડા નગરના આઝાદચોક વિસ્તાર માં કોવિડ ની ગાઈડલાઈન મુજબ કોરોના ની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યો કોરોના ની થીમ ઉપર ડેકોરેશન કરીને લોકો કોરોના વિરોધી રસી નું મહત્વ સમજે અને આગળ આવિને કોરોના રસી મુકાવે અને કોરોના ની ગાઈડ લાઈન નું પાલન કરે અને જાગૃત બને તે ઉદ્દેશ્ય સાથે કોરોના ની થીમ ઉપર ડેકોરેશન કરીને સમગ્ર વિશ્વ માંથી કોરોના નો નાશ થઈ તેવી ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરવામાં આવી

આ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ માં નીચલી બજાર ખાતે આવેલા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે વિવિધ રમત ગમત સાથે મટકીફોડ કાર્યક્રમ યોજાયો નાના બાળકો કૃષ્ણની વેશભૂષામાંતો બાળાઓ ગોપી ની વેશભૂષા માં જોવા મળી સાથેજ વિવિધ પ્રકારની રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મટકીફોડનો કાર્યક્રમ કરવાની સાથે હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવ ના ઉત્સવની ઉજવણી કરવામાં આવી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here