રાજપીપળા માં વીજકંપની ની નવી કચેરી નું ઉદ્ઘાટન : ગામ માં વારંવાર ખોરવતા વીજપુરવઠાની સમસ્યા નું ક્યારે નિવારણ આવશે ???

0
204

રાજપીપળા માં વીજકંપની ની નવી કચેરી નું ઉદ્ઘાટન : ગામ માં વારંવાર ખોરવતા વીજપુરવઠાની સમસ્યા નું ક્યારે નિવારણ આવશે ???

આજે ગુજરાતના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં રાજપીપલામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. ની રાજપીપલા વિભાગીય કચેરી તેમજ બે પેટા વિભાગીય કચેરીઓના અંદાજે રૂા. ૫.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાશે

રાજપીપલા : જુનેદ ખત્રી

તા.૧ લી સપ્ટેમ્બર,૨૦૨૧ ને બુધવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે રાજપીપલામાં જુના પાવર હાઉસ, કાળિયાભૂત મંદિરની બાજુમાં, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ. રાજપીપલાની વિભાગીય કચેરી તેમજ રાજપીપલા-૧ અને રાજપીપલા-૨ પેટા વિભાગીય કચેરીઓના અંદાજે રૂા.૫.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ભવનનો ગુજરાત ઊર્જા વિભાગના મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા અને છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહેશે

રાજપીપળા શહેરમાં વીજપુરવઠો વારંવાર ખોવાઈ જતો હોય છે જેથી લોકોમાં રોષ જોવા મળે છે રાજપીપળા શહેરમાં મોટાભાગના થાંભલા અને વાયરીંગ જૂનું છે ત્યારે તેના રીપેરીંગ અને નવિનીકરણ માટે સરકાર પૈસા નથી આપતી કે અધિકારીઓ આ બાબતે ધ્યાન આપીને કામ નથી કરી રહ્યા જેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે હાલતો નવી કચેરી થી સરકારી બાબુઓ ને સહુલત મળી જશે પરંતુ રાજપીપળા શહેર માં વીજપુરવઠા ખોરવા ની સમસ્યા નું નિવારણ ક્યારે આવશે ? જેવા પ્રશ્નો ટોક ઓફ ધી ટાઉન બન્યા છે….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here