વિજાપુર દોશીવાડા ચક્કર કસાઇવાડા વિસ્તારમાં ઉભરાતી ગંદાપાણી ના કારણે રોગચારા ની દહેશત

0
217





વિજાપુર ના દોશીવાડા કસાઇવાડા રાઠોડવાસ મહબીબી ની ફળી માં રોગચારા ની દહેશત ગટર ના ગંદાપાણી ઉભરતા મચ્છર જન્ય રોગો નો ફેલાવો
તંત્ર ને જાણ કરાઈ હોવા છતાં લોકો ભર નિદ્રા માં શાસક પક્ષ સવલત આપવામાં નિષ્ફળ
વિજાપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં માં જેમાં કસાઇવાડો દોશીવાડા રોડ તેમજ રાઠોડ વાસ અશરફી ચોક વ્હોરવાડ ચક્કર વલ્લીવાળોવાસ સહીત માં ગટર માંથી ઉભરાતા ગંદાપાણી માં ઉદ્દભવેલા મચ્છર જન્ય રોગો ના કારણે ઘેરઘેર બીમારી ફેલાઈ રહી હોવાની લોકોમાં દહેશત ઉભી થવા પામી છે કેટલાક લોકો ખાનગી દવાખાના માં સારવાર લઈ રહયા છે એવા ઘણા લોકો બીમારી વશ થયા છે ગટર ના ઉભરાતા ગંદાપાણી નો સત્વરે નિકાલ લાવવામાં નહીં આવે હાલ માં ઘર માં એક બીમાર છે તો કાલે આખો ઘર બીમારી માં સપડાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે ગટરો ની સફાઈ કરવા આવતા કામદાર કોઈ દીવસ ગટર ચોખ્ખી કરવા માં સમજતા નથી તેવું આ વિસ્તાર ના લોકો જણાવી રહયા છે વૈદ્યનામાઢ પાસે કનુ ભાઈ દરજી ની દુકાન પાસેની ખુલ્લી ગટર કદી સાફ થતી નથી કામદાર અહીં સફાઈ કરવા ની તસ્દી નથી લેતા તેવુ પણ લોકો એ રોષ વ્યકત કર્યો હતો મસ્જીદ માં નમાજ પઢવા જતા લોકો પણ ઘણા સમય થી ઉભરાતી ગટરોને કારણે પરેશાની ઉઠાવી રહયા છે

છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર મંટીલ પટેલ દ્વારા રજુઆત કરવા વાળા ને સમસ્યા નો નિકાલ કરવા માટે દિલશો આપ્યો હતો પરન્તુ સમસ્યા નો આજદિન સુધી હલ થઈ નથી મચ્છર જન્ય રોગો માટે આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓ ને નોટીસ આપી પરંતુ નગર પાલિકા દ્વારા જે ઉભરાતી ગટરો ના નિકાલ કરવા અને તેનાથી ઉભા થતા મચ્છર જન્ય રોગો મેલેરિયા ટાઇફોઇડ ઝાડા ઉલ્ટી જેવા રોગો અટકાવ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તેવા પણ લોકોમાં પ્રશ્નો ઉભા થવા પામ્યા છે જો આ વિસ્તારોમાં ઉભરાતી ગંદાપાણી ની કાયમી સમસ્યા નો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયે લોકો ગાંધી માર્ગે જતા અટકાશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે સફાઈ ના મુદ્દે પાલીકા ના શાશક પક્ષ સદંતર નિષ્ફળ ગયો હોવાનો પણ લોકોએ રોષ વ્યકત કર્યો હતો
સૈયદજી બુખારી વિજાપુર


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here