આહવા ખાતે રખડતા ઢોરોને પકડી પંચાયતનાં પાંજરાપોળમાં પુરી દેવાયા

0
176


ડાંગ:- મદન વૈષ્ણવ

આહવા નગરનાં સરપંચ દ્વારા ગતરોજ અડધી રાત્રે આહવા નગરનાં રસ્તા પર રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં ખસેડવાની તજવીજ હાથ ધરી…
ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા નગરનાં સરપંચ હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત તથા તલાટી કમમંત્રી દ્વારા થોડા દિવસ પૂર્વે આહવા નગરમાં અડચણરૂપ બની રખડતા ઢોર સંદર્ભે માલિકોને રખડતા ઢોર પોતાના ઘરે લઈ જવા માટે સૂચના જાહેર કરી હતી.તેમ છતા ઢોર માલિકોએ ગ્રામ પંચાયતની સુચનાનું પાલન કર્યું ન હતુ.આહવા નગરમાં રખડતા ઢોરો બાબતે ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે તથા કાર્યકરો,આમ આદમી પાર્ટીનાં વરિષ્ઠ નેતા મનિષભાઈ મારકણા,હાલનાં પ્રમુખ રામુભાઈ  જેવા જાગૃત નાગરિકોએ પોતાની જવાબદારી સમજી આહવા નગરનાં સરપંચનું ધ્યાન દોર્યુ હતુ. જે બાદ આ રખડતા ઢોરો બાબતે આહવા નગરમાં ગ્રામ પંચાયત દ્વારા લાઉડ સ્પીકર દ્વારા સુચનો આપી પોતાના ઢોરોને પાંચ દિવસમાં પોતાનાં કબ્જામાં લેવા માટેની જાહેરાત કરાવી હતી.પરંતુ ઢોર માલિકો પોતાની જવાબદારી સમજતા ન હતા.આખરે ગતરોજ આહવા નગરનાં સરપંચ હરિરામભાઈ સાવંતે જિલ્લા કલેક્ટર, પોલીસ,પશુપાલન જેવા વિભાગોની ટિમો સાથે સંકલન સાંધી ગ્રામ પંચાયતનાં કામદારો અને પોલીસનાં જીઆરડી જવાનો, આહવા ગામનાં યુવાનોનાં સહયોગથી રસ્તા પર રખડતા ઢોરોને પકડી આહવા ગ્રામ પંચાયતનાં પાંજરાપોળમાં પુરી દેવામાં આવ્યા છે.જયા ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા આ ઢોરોને ધાસ ચારાની વ્યવસ્થા કરી છે.અને જો ચાર-પાંચ દિવસમાં તેમના માલિકો લેવા નહિ આવે તો આ તમામ ઢોરોને નિયમ અનુસાર હરાજી કરવાની કાર્યવાહી કે પાંજરાપોળ,નવસારીમાં મોકલવાની કામગીરી કરવામાં આવનાર હોવાનું જણાવ્યુ છે…

The post આહવા ખાતે રખડતા ઢોરોને પકડી પંચાયતનાં પાંજરાપોળમાં પુરી દેવાયા appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here