ટંકારા તાલુકાના વાધગઢના યુવાનની અનેરી પહેલ વાઘગઢ ગામના પાટિયાથી અંદાજે ત્રણ કિમી સુધી  250 વૃક્ષ નું વાવેતર

0
307ટંકારા તાલુકાના વાધગઢના યુવાનની અનેરી પહેલ વાઘગઢ ગામના પાટિયાથી અંદાજે ત્રણ કિમી સુધી  250 વૃક્ષ નું  વાવેતર તેમાં અંદાજે 1,50, 000ના ખર્ચે કરાયેલ

પોતાના બાપ દાદાની જમીન જાગીર માંથી મથીને મોરબીમાં ઉધોગ ધંધા દ્રારા ખૂબ સફળ બનેલ શ્રી યોગેશભાઈ છત્રોલા ના આર્થિક સહયોગથી પોતાના પૂજ્યદાદા અને પૂજ્ય બાની સ્મૃતિમા તેમની જન્મભૂમિમાં જીવન પરિયત ઓક્સિજનની ખોટ પુરી કરતા આપણા ઋષિતુલ્ય  વૃક્ષ  એવા વૃક્ષનું આજે વરસાદના વધામણાની સાથેજ વાઘગઢ ગામના પાટિયાથી અંદાજે ત્રણ કિમી સુધી  250 વૃક્ષ નું વાવેતર કરવામાં આવેલ છે. તેમાં અંદાજે 1,50,000 એકલાખ પચાસ હજારનો ખર્ચ કરવા આવેલ અને ત્રણ વર્ષ સુધી ઉછેરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ.


આ શ્રમયજ્ઞમા વાધગઢના સરપંચ શ્રી વલ્લભભાઈ બારૈયા,  રામજીભાઈ બારૈયા તથા  અરવિંદભાઈ બારૈયા,અમરશીભાઈ બારૈયા ,રમેશભાઈ સીણોજીયા તથા શિક્ષકશ્રી દેવેન્દ્રભાઈ ફેફર તથા નવનીતભાઈ ફેફર ભારે મહેનત ઉઠાવેલ.


સમસ્ત ગામ અને પ્રાથમિક શાળાએ સાથે મળીને પુષ્કળ વનીકરણ કરવાનો દ્રઢ સંકલ્પ કરી *ગ્રીનગામ* *વાધગઢ* *ગામ* કરવાનું નકકી કરેલ.છેલ્લા દસ વર્ષમાં  અંદાજે 4000 ચાર હજાર વૃક્ષો ઉછેરવાનું સદભાગ્ય વાધગઢ ગામને જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here