બે મિત્રો બ્રેનડેડ થયા બાદ 12 લોકોના જીવ બચાવતા ગયા

0
182

સુરતમાં બ્રેનડેડ થયેલા નાનપણના બે મિત્રોના મોત બાદ પણ તેમણે 12 લોકોને જીવનદાન આપતા ગયા. બ્રેન ડેડ થયેલા બંને મિત્રોના પરિવારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેટ કર્યું, જેનાથી અલગ અલગ જરૂરિયાતમંદ 12 લોકોને જીવન મળી શક્યું. પહેલા વાર સૂરતની એક હોસ્પિટલમાં 13 ઓર્ગન દાનમાં મળ્યાનો આ પ્રથમ કિસ્સો છે.
સુરતના રહેવાસી 18 વર્ષિય મીત પંડ્યા અને 18 વર્ષિય ક્રિશ ગાંધી 24 ઓગસ્ટની રાતે સુરતની જીડી ગોયંકા સ્કૂલ પાસે રોડ અકસ્માતનો શિકાર બન્યા હતા. બંને મિત્રોને શહેરની પીપળાદ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. જ્યાં સારવાર કરી રહેલા ડોક્ટરે બંનેને બ્રેનડેડ જાહેર કર્યા હતા.

આ મામલાની જાણકારી જ્યારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના નીલેશ માંડલેવાલાને થઈ તો તેઓ હોસ્પિટલ પહોંચ્યા અને પરિવારને ઓર્ગન ડોનેટ કરવા માટે સમજાવ્યું. બ્રેનડેડ યુવકોના પરિવારના લોકો ઓર્ગન ડોનેટ કરવા માટે તૈયાર થયાં. ત્યાર બાદ પરિવારે પોતાના સંતાનોની કિડની, લીવર, હ્દય, ફેફસા અને આંખો દાનમાં આપી દીધી.

આ સાથે તેમણે એક સાથે 12 લોકોને જીવન આપ્યું. 12 ધોરણમાં અભ્યાસ કરી રહેલા બંને મૃતક મિત્રોમાં એક મૃતક ક્રિશ ગાંધીનો 24 ઓગસ્ટ જન્મ દિવસ હતો અને જન્મ દિવસની ઉજવણી કર્યા બાદ રાતે મોપેડ પર સવાર થઈને જ્યારે તેઓ ઘરે પાછા આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં કાર ચાલકે તેમને ઉડાવી દીધા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here