રમેશભાઇ ઓઝાના જન્મ દિવસ નિમીતે બ્રહ્મસમાજ દ્વારા ફોટો અર્પણ કરાયો…

0
187

પોરબંદર
અહેવાલ :- હાર્દિક જોષી

તા. 31 ઓગસ્ટના રોજ રમેશભાઈ ઓઝાના જન્મદિવસ નિમિતે પોરબંદરના જયેશભાઇ હિંગળાજીયાએ 5×7 ની સાઇઝનો 3 કિલો 500 ગ્રામ ચાની ભૂકીથી રમેશભાઈ ઓઝાનો ફોટો બનાવ્યો હતો. આ ફોટોફ્રેમ 119 કિલો વજનનો બનાવ્યો છે.

જેમાં જયેશભાઈને 1કલાક 42મિનિટ અને 18 સેકન્ડનો સમય લાગ્યો હતો. આ ફોટોફ્રેમ બનાવતા જયેશે 4 વલ્ડ રેકોર્ડ બનાવ્યા છે જેમાં લિમ્કા બુક, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, ઇન્ડિયા સ્ટાર અને જીનિયસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ ફોટોફ્રેમ સમસ્ત બ્રહ્મસમાજના ગીરીશભાઈ વ્યાસ, અશ્વિનભાઈ ઠાકોર સહિતના આગેવાનોએ રમેશભાઈ ઓઝાને તેમના જન્મદિવસે ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here