વિકલાંગ ભાઈઓ અને બહેનોની સમસ્યા બાબતે ડાંગ બહુજન સમાજ પાર્ટી નો અધિક કલેકટરને આવેદન..

0
230

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા ડાંગ જિલ્લાનાં વિકલાંગ ભાઈઓ અને બહેનોની સમસ્યા બાબતે અધિક કલેક્ટર ડાંગને આવેદનપત્ર સુપ્રત કરાયુ… ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીનાં મહામંત્રી મંગીબેન ગાવીતે અધિક કલેક્ટર ડાંગને સંબોધીને આવેદનપત્રમાં જણાવ્યુ છે કે ડાંગ જિલ્લાનાં વિકલાંગ ભાઈઓ તથા બહેનોને હાલમાં સરકાર દ્વારા મહિને 600 રૂપિયાની સહાય આપવામાં આવે છે.આ 600 રૂપિયાની જગ્યાએ વિકલાંગ ભાઈઓ અને બહેનોને  1250 રૂપિયાનું પેન્શન બાંધવામાં આવે તે જરૂરી બની ગયુ છે.આ વિકલાંગોની સમસ્યા બાબતે અમારા દ્વારા સરકારમાં પણ વારંવાર રજૂઆતો કરાઈ છે.પરંતુ સરકાર દ્વારા અમારી રજુઆતોને ધ્યાનમાં લીધેલ નથી.જેથી વિકલાંગોનાં સહાયમાં જો વધારો ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં બહુજન સમાજ પાર્ટીનાં કાર્યકર્તાઓ તથા વિકલાંગો રસ્તા ઉપર ઉતરી આવી જલદ કાર્યક્રમો આપશેની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર આપ્યુ હતુ…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here