LPG સિલેન્ડરના ભાવ 15 દિવસમાં 50 રૂપિયા વધાર્યા

0
143





ઘરેલૂ એલપીજી સિલેન્ડરની કિંમતમાં ફરી એક વાર વધારો ઝીકવામાં આવ્યો છે. 15 દિવસમાં જ સબ્સિડીવગરના એલપીજી સિલેન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. આજે એટલે કે, એક સપ્ટેમ્બરના રોજ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ પેટ્રોલિયમ કંપનીઓએ 18 ઓગસ્ટના રોજ ગેસ સિલેન્ડરની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. દિલ્હીમાં હે 14.2 કિલોગ્રામનો સબ્સિડી વગરનો સિલેન્ડરમાં 25 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં હવે 14.2 કિલોનો સિલેન્ડર 884.50 રૂપિયા થઈ ગયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here